મહંત સ્વામી મહારાજ અબુધાબીમાં; BAPS હિન્દુ મંદિરનો કરશે શિલાન્યાસ…

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)નાં આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના અબુધાબીમાં પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરના શિલાન્યાસ માટે અબુધાબી પહોંચી ગયા છે. શિલાન્યાસવિધિ કાર્યક્રમ 20 એપ્રિલ, શનિવારે સ્થાનિક સમય મુજબ, સાંજે 7 વાગ્યે યોજવામાં આવનાર છે. અબુધાબી એરપોર્ટ પર શેખ નાહ્યાન અલ મુબારક નાહ્યાને મહંત સ્વામી મહારાજનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યાં મૂર્તિપૂજાનો વિરોધ થાય છે એ દેશની ધરતી ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ સાથે ચરણાવિંદ પાડે છે અને તેઓનું સ્વાગત કરવા આરબ સલ્તનત ખડે પગે ઊભેલી જોવા મળે છે - અદ્દભુત દ્રશ્યો.