યૂનેસ્કોનો આભાર માનવા માટે કોલકાતામાં રેલી

બંગાળી લોકોનાં ફેવરિટ તહેવાર, દુર્ગા પૂજા ઉત્સવને અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત તરીકેની માન્યતા (ટેગ) આપવા બદલ સંયુક્ત રાષ્ટ્રની પેટાસંસ્થા યૂનેસ્કોનો આભાર માનવા માટે 1 સપ્ટેમ્બર, ગુરુવારે કોલકાતામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની આગેવાની પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ લીધી હતી. રેલીમાં ઈસ્ટ બાગાન, મોહન બાગાન, મોહમેડન સ્પોર્ટિંગ ક્લબનાં સભ્યો તથા અનેક મૂર્તિ કારીગરો પણ જોડાયાં હતાં. કેટલાંક લોકો દુર્ગા માતાની મૂર્તિને ખભે ઉંચકીને ચાલતાં જોવા મળ્યાં હતાં.