અમિત શાહ પરિવારસહ ‘લાલબાગચા રાજા’ સામે નતમસ્તક…

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 5 સપ્ટેમ્બર, સોમવારે મુંબઈમાં સુપ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ ગણેશોત્સવ મંડળની મુલાકાત લીધી હતી અને ભગવાન ગણપતિની વિરાટ, દિવ્ય મૂર્તિનાં દર્શન કર્યા હતા. એમની સાથે એમના પત્ની સોનલ, પુત્રવધુ ઋશિતા અને પૌત્રી પણ હતાં.

અમિત શાહ 2017ની સાલથી દર વર્ષે લાલબાગચા રાજાનાં દર્શન કરવા આવે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાવાઈરસ બીમારીને કારણે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી નહોતી. આ વખતે તમામ નિયંત્રણો ઉઠાવી લેવાતાં લાલબાગચા રાજાનાં ફરી દર્શન કરવા આવ્યા હતા.

અમિત શાહની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે અને મુંબઈ ભાજપ પ્રમુખ આશિષ શેલાર પણ ઉપસ્થિત હતા. અમિત શાહ બે દિવસ માટે મુંબઈના પ્રવાસે આવ્યા છે.

અમિત શાહે મરાઠીમાં ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગણેશોત્સવ દરમિયાન મુંબઈની મુલાકાતે આવવાનો અનુભવ વિશેષ હોય છે.

મુંબઈ એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કરતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

!.અમિત શાહનું સ્વાગત કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ