અમદાવાદના ઓઢવ વિસ્તારથી અર્બુદા યુવક પગપાળા સંઘ દ્વારા સતત 34માં વર્ષે 101 પદયાત્રીઓ બાવનગજની ધજા અને માતાજીના રથ સાથે અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું. પગપાળા સંઘનું નાના ચિલોડા પાસેની કેનાલ નજીક સ્વર્ગસ્થ કાસમબાપુના ફાર્મ ખાતે રોકાણ તેમજ ભાવતા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાસમબાપુનો પરિવાર દર વર્ષે અંબાજી જતા પગપાળા સંઘોની સેવા કરીને કોમીએકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડી રહ્યો છે.
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]