અમદાવાદ: CM રૂપાણીએ નવનિર્મિત હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૫૮૨ કરોડની સહાયથી નિર્માણાધીન સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરની નિરીક્ષણ મૂલાકાત કરી હતી.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ પામી રહેલું આ અદ્યતન આરોગ્યધામ રાજ્યભરના ગરીબ-જરૂરિયાતમંદ દર્દીઓ-પરિવારોને શ્રેષ્ઠતમ સારવાર સુવિધા સરળ અને રાહત દરે પૂરી પાડશે.

અમદાવાદ શહેરની સૌથી ઊંચી એટલે કે ૭૮ મીટર ઊંચી આ હોસ્પિટલની ઈમારત ૧૭ માળની છે. તેમાં તત્કાલ જરૂરિયાતના સમયે દર્દીને વહેલાસર પહોંચાડવા માટે ૧૮માં માળે હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]