‘સ્કીનટેન’થી પરેશાન? તો આટલું કરો

નાળો આવતાં જ યુવતીઓ ત્વચાને લઇને ચિંતા કરતી થઇ જાય છે. તડકાને કારણે ત્વચાનો રંગ કાળો થઇ જાય છે. શરીરનો જેટલો ભાગ ખુલ્લો રહે છે તે કાળો થઇ જાય છે. એટલે કે ઉનાળો આવતા જ સનટેનનો પ્રોબ્લેમ શરૂ થઇ જાય છે. ઓફિસ જતી, કોલેજ જતી યુવતીઓને આ સમસ્યા વધુ સામે આવતી હોય છે. સખત તાપમાં બહાર ફરવું, પ્રદૂષણ કે પછી ચહેરાના ડાઘધબ્બાં વગેરે કારણોને લઇને સ્કીન ટેન થતી હોય છે.

આ સમસ્યાઓ માટે બજારમાં કેટલીક પ્રોડક્ટ્સ પણ મળતી હોય છે. પરંતુ સંવેદનશીલ ત્વચા માટે આવી પ્રોડક્ટ્સ હાનિકારક હોય છે. ત્વચાને ગોરી કરવા જતાં આવી પ્રોડક્ટ્સનો ઉપયોગ તમારી ત્વચાને નુક્સાન કરી શકે છે. તો આવા સમયે ઘર પર રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરશો તો તેનાથી કોઇ આડઅસર નથી થતી.સનટેન થયેલી ત્વચાની યોગ્ય દેખરેખ રાખવી ખૂબ જરૂરી છે. ઉનાળામાં શરીર અને ચહેરા પર ફોલ્લીઓ થઇ જાય છે. એનાથી બચવા માટે હંમેશા ટેલકમ પાવડરનો ઉપયોગ કરો. અને સ્કીનની સાફસફાઇનું વિશેષ ધ્યાન રાખો. પહેલાં તો જેને તૈલીય ત્વચા હોય એને ખીલ અને ડાઘધબ્બાંથી બચવા માટે દિવસમાં 5થી 6 વાર ચહેરો સાફ કરવો જોઇએ. લીંબુનો રસ, ગુલાબનું પાણી અને કાકડીના રસના મિશ્રણને ફેસ પેકની જેમ ચહેરા પર લગાવો. લીંબુના રસમાં જે સાઇટ્રીક એસિડ હોય છે તે ટેન રીમુવ કરે છે. અને કાકડી તેમ જ ગુલાબનું પાણી ઠંડક આપે છે. ચાર દિવસ જો તમે નિયમિત આ રીતે કરશો તો તમારો રંગ નીખરશે.જ્યારે પણ સ્કીન ટેન થઇ જાય ત્યારે ચહેરા, હાથ, પગ અને ગરદનનાં ભાગ પર ટામેટાંને વચ્ચેથી કાપી તેનો રસ ચહેરા પર ઘસો. તમારી સ્કીન ગમે તેટલી ટેન થયેલી હશે તેમા તરત જ ફરક જોવા મળશે. આ ઉપાય તમે સતત ચાર દિવસ સુધી કરશો તો તમારી ત્વચાનો રંગ પહેલા જેવો થઇ જશે. આમ તો યુવતીઓ બહાર નીકળે છે ત્યારે ચહેરો અને હાથ કપડાંથી કવર કરીને નીકળતી હોય છે. પરંતુ પગ ખુલ્લાં રહેતા પગની સ્કીન ટેન થઇ જાય છે જેના માટે પગ પર વધુ ધ્યાન આપવું જોઇએ. આમ તો એલોવેરા અનેક સમસ્યાઓ માટે વરદાનરૂપ છે પણ ત્વચા માટે કંઇક વધુ જ ખાસ છે. ચહેરાને ગોરો, સાફ અને ચોખ્ખો બનાવવા માટે એલોવેરાનું તાજુ જેલ કાઢીને તેને ચહેરા,ગરદન, હાથ અને પગ પર લગાવો અને 30 મિનિટ માટે રહેવા દો. આવું કરવાથી સાત દિવસમાં જ તમારા ચહેરાનો રંગ ખીલશે. સ્કીન ટેન થઇ હશે એમાં ફરક પણ જોવા મળશે.ચહેરાને ગોરો અને ચમકીલો બનાવવામાં મધ ખૂબ અસરદાર છે. જેના માટે મધમાં કેટલાક ટીપાં લીંબુના રસના નાખીને મિશ્રણ કરી તમારા ચહેરા અને હાથ-પગ પર લગાવો. તમારા ચહેરાની તમામ કાળાશ દૂર થઇ જશે. 15 દિવસ આ રીતે ઉપાય કરવાથી તમારી સ્કીન પણ ગ્લો કરશે અને તમારો ચહેરો પણ સ્વચ્છ અને નરમ બનશે. કાળાશને દૂર કરવા માટે બટાકા પણ એટલા જ અસરદાર છે. બટાકાનું જે પાણી હોય તેને ચહેરા પર લગાવો. કારણ કે આ પાણીમાં ભરપૂર માત્રામાં સ્ટાર્ચ હોય છે. અને આ લગાવશો તો તમારી સ્કીન પર થોડા જ દિવસમાં ફરક દેખાશે. સૌથી છેલ્લે વાત કરી રહ્યાં છીએ પરંતુ આ વસ્તુ ખૂબ જ મહત્વની છે. તમે સમજી જ  ગયા હશો શેની વાત થઇ રહી છે. પાણી, પાણી એ શરીરમાં રહેલો કચરો દૂર કરશે અને ચહેરાને ટાઇટ બનાવીને ત્વચાની કરચલીઓ દૂર કરે છે. જેના કારણે ચહેરો એકદમ સાફ અને સુંદર દેખાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]