|
ઘેટી ચરવા ગઈ ને ઊન મૂકીને આવી |
ઘેટાંનાં વાળને ઊન કહેવાય. આ ઊનની કિંમત ઉપજે. ત્યારે ઘેટી કોઈના ખેતરમાં ચરવા ઘૂસી જાય. થોડી કિંમતનું
ઘાસ ચરી પણ લે પણ બદલામાં ખેતરનો માલિક એનું ઊન ઉતારી લે તો નાનો ફાયદો મેળવવાથી મોટી કિંમત એણે ચૂકવી એમ કહેવાય.

થોડો ફાયદો મેળવવા જતાં મોટી હાનિ મેળવવી તે સંદર્ભમાં ‘ઘેટી ચરવા ગઈ ને ઊન મૂકીને આવી’ કહેવત વપરાય.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




