બિલાડીના ટોપની જેમ ફૂંટી નીકળવું |
ગામડાંમાં રહેતા હોવ તો વરસાદ પડે એટલે બહુ જૂનું લાકડું બહાર પડ્યું હોય અથવા ગમાણની જગ્યાની આજુબાજુ કે ઉકરડામાં અંગ્રેજીમાં જેને મશરૂમ કહે છે તે બિલાડીના ટોપ ફૂટી નીકળે છે.

આ ટોપ ખૂબ મોટી સંખ્યામાં અને એકાએક ફૂટી નીકળે છે પણ અલ્પજીવી હોય છે, એક કે બે દિવસમાં એ કરમાઈ અને અને ઢળી પડે છે, આમ ખૂબ ટૂંકા સમય માટે એકાએક મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જાય તેવી પરિસ્થિતિમાં આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)



