જોનારની બે અને ચોરનારની ચાર

 

    જોનારની બે અને ચોરનારની ચાર 

 

આ કહેવત માનવ સ્વભાવનું નિરૂપણ કરે છે. જે વ્યક્તિ સામાન્ય રીતે કોઈ પણ બાબત પર નજર રાખતો હોય તે સ્વભાવગત રીતે ધીરે ધીરે હળવો થતો જાય છે. એની ચોકકસાઈ ઘટતી જાય છે. એટલે એ જુવે છે તો ખરો પણ બે આંખ પોતાનું કામ કરતી હોય તે રીતે.

આથી ઊલટું ચોર અત્યંત સાવધાનીપૂર્વક વરતે છે. એ ચોરી કરવા આવે ત્યારે આજુબાજુ બધે જ એની સતર્ક નજર સતત ફરતી હોય છે. એટલે એ ભલે એની બે આંખ હોય પણ એ ચાર આંખ જેટલું કામ કરે છે. એટલે ચોરના કિસ્સામાં બે આંખ એની પોતાની અને બે આંખ સતર્કતાની એમ ચોરનારની ચાર આંખ એવું કહેવાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)