સતની જ કસોટી થાય |
“હરીનો મારગ છે શૂરાનો
નહીં કાયરનું કામ જો ને
પરથમ પહેલા મસ્તક મૂકી
વળતું લેવું નામ જો ને.”
અહીંયાં સત્યને હરી એટલે પરમાત્માના સ્વરૂપે મૂકીએ તો સત્યના માર્ગે ચાલવું અતિ કઠીન છે. રાજા હરીશચંદ્ર હોય કે મહાત્મા ગાંધી સત્યનો રસ્તો જે સ્વીકારે છે તેને ડગલે ને પગલે કપરી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. આથી ઉલટું જુઠ્ઠાઓની જમાત બને છે. આ જમાત એટલે કે ટોળું એકબીજાથી જોડાઈને રહે છે. લોકો “નાગાની પાંચ શેરી ભારે” એ ન્યાયે બને ત્યાં સુધી એમનાથી પનારો પાડવાનું ટાળે છે. આમ જે સાચું છે તેની જ કસોટી થાય છે.