દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય

 

દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય

 

દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવું એટલે અંતિમ સત્ય બહાર આવવું. દૂધમાં પાણી ભળે ત્યારે આમ તો પાણીને દૂધથી છૂટું પાડવાનું સરળ નથી.

આ સરખામણી સત્ય અને અસત્ય ભેગું થઈને ભ્રમ ઊભો કર્યો હોય તે સંયોગોનું વર્ણન કરે છે. જ્યારે ન્યાયની દેવડી અથવા કુદરતી સંયોગો આ ઊભી કરેલી ભ્રમણામાંથી સત્ય તારવી આપે છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું, પૂરેપૂરો ન્યાય થઈ ગયો એવું કહેવાય છે.