અન્નને અને દાંતને વેર હોવું

     

        અન્નને અને દાંતને વેર હોવું

માણસ પોતાનો ખોરાક દાંતથી ચાવે છે. ત્યારબાદ એ કોળિયો જઠરમાં ઉતરે છે. આમ દાંત ચાવવા માટે આપ્યા છે. દાંત હોય પણ ચાવણું ના હોય તો માણસ ભૂખે મરે એટલે જ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવા એવું કહેવાય છે કે જેણે દાંત આપ્યા છે, તે ચાવણું આપી દેશે, આથી ઊલટું માણસ હટ્ટો કટ્ટો હોય પણ દરિદ્ર હોય તો તેને ખાવા પીવાના સાંસા હોય છે એટલે કે દાંત છે પણ ચાવણું નથી.

આ દરિદ્રતાની સ્થિતિને અન્ન અને દાંતને વેર હોવાની સ્થિતિ તરીકે વર્ણવાય છે. ટૂંકમાં અન્ન અને દાંતને વેર હોવું એટલે અત્યંત દરિદ્ર હોવું.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)