ઘાસની ગંજી ઉપરનો કૂતરો ના બનો |
(૧) પોતાને કંઈ જ ઉપયોગી ન હોય એવી વસ્તુનું પણ સ્વામિત્વ પોતાના હાથમાં આવવાથી મગરૂર થઈ ગયેલો માણસ
(૨) પોતાને નિરુપયોગી વસ્તુ પણ બીજાને ઉપયોગમાં ન લેવા દે એવો અદેખો માણસ
કૂતરો ઘાસ ખાતો નથી. એને માટે ઘાસ જરાય ઉપયોગી નથી. આમ છતાંય ઘાસની ગંજી પર ચડીને બેઠેલો કૂતરો જો કોઈ ગાય કે ભેંસ જેવુ પ્રાણી ચાર ખાવા મોઢું નાખે તો એકદમ ભસીને એને રોકવા પ્રયત્ન કરે છે. અથવા એના ભસવાના કારણે માલિક સાવધાન થઈ જાય તો ગાય અથવા ભેંસ કે બીજા પ્રાણીને ભગાડી મૂકે છે. આ કારણથી શરૂઆતમાં લખેલ બાબત સાચી પડે છે અને એના પરથી કહેવત પડી છે કે ઘાસની ગંજી ઉપરનો કૂતરો ના બનો.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)