દેવું હોય તેની વેળા વળે છે, પણ કંજૂસની નહીં… |
માણસ દેવામાં ડૂબ્યો હોય એ મુશ્કેલીની પરિસ્થિતી છે. પણ હોશિયાર અને મહેનતુ માણસ ભાગ્યનો સાથ મળે એટલે દેવામાંથી બહાર નીકળીને તરતો થઈ જાય છે. એની વેળા વળે છે.
એટલે કહેવાયું છે કે ધનનો ગરીબ હોય તેની વેળા વળે અથવા સ્થિતિમાં સુધારો થાય. પણ મનનો ગરીબ એટલે કે કંજૂસ હોય તેની માનસિકતા બદલાતી નથી. એની પાસે ગમે તેટલો પૈસો આવે તો પણ કંજૂસ કંજૂસ જ રહે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)