દાધારંગું દવ બાળે, ને જીવે ત્યાર સુધી ભવ બાળે

   

દાધારંગું દવ બાળે, ને જીવે ત્યાર સુધી ભવ બાળે…

દાધારંગું એટલે તોફાની અને જક્કી, અદેખું, ગાંડિયું, ગાંડાઘેલું, સમજાવ્યું સમજે નહિ તેવું. આવી વ્યક્તિ પોતાના જક્કીપણાને કારણે જીવે ત્યાં સુધી દુ:ખ વહોરે છે અને મનમાં ને મનમાં સળગતું રહી આખું આયખું બરબાદ કરે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)