સ્વાદના શોખીન માટે આ જાણવું ખૂબ જરુરી છે…

ભોજન સ્વાદિષ્ટ હોય તે કોને ન ગમે? અને ભોજન સ્વાદિષ્ટ બને છે કેટલીક ચીજોથી, ખાસ કરીને મરચાં અને મીઠાથી. પરંતુ ઘણાને ભોજનમાં ઉપરથી મીઠું ઉમેરવાની ટેવ હોય છે. કેટલાક શાકમાં તો કેટલાક દાળમાં તો કેટલાક ભાતમાં ઉપરથી મીઠું નાખે. જો ઉપરથી મીઠું લેતા હો તો સાવધાન થવાની જરૂર છે. કારણકે તેનાથી નુકસાન થઈ શકે છે.

વધુ મીઠું લેવાથી હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થવા લાગે છે જેનાથી ઑસ્ટિયોપોરોસિસ અને અલ્સર જેવા રોગો થવાનું જોખમ વધે છે. અનેક જાણકારો તો મીઠાના વધુ પડતા ઉપયોગને મસ્તિષ્ક સાથે પણ જોડે છે.

મીઠું આપણા ખોરાકનો અતૂટ હિસ્સો છે. તે સ્વાદ માટે પણ જરૂરી છે. પરંતુ વધુ પડતું મીઠું તબિયત પર અસર કરી શકે છે અને તેનાથી શરીરને અનેક સમસ્યાઓ થઈ સકે છે.

વધુ મીઠું ખાવાથી બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. તેનાથી તમારાં હાડકાંઓ પર અસર પડે છે કારણકે શરીરમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી તમારા લોહીનું ક્ષેત્રફળ વધે છે અને તેનાથી ધમનીઓ અને હૃદયને વધુ લોહી પંપ કરવું પડે છે.

વધુ મીઠું ખાવાથી સોડિયમના લીધે મસ્તિષ્ક પર અસર પડે છે અને તેનાથી ડિમેન્શિયા (ભૂલવાની બીમારી) થઈ શકે છે.

અમેરિકી હાર્ટ એસોસિએશન અનુસાર, એક વ્યક્તિએ આખા દિવસમાં ૩૦૦૦થી ૪૦૦૦ મિલીગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ. સોડિયમની વધુ માત્રાથી બ્લડ પ્રેશર જેવા અનેક રોગો થવા લાગે છે અને તે કોઈ મોટી બીમારીનું કારણ પણ ની શકે છે. આથી પૂરી રીતે સ્વાસ્થ્યવાન વ્યક્તિના શરીરને દરરોજ છ ગ્રામથી પણ ઓછા એટલે કે લગભગ એક ચમચી મીઠાની જરૂર હોય છે.

આરોગ્ય નિષ્ણાત મુજબ, રાંધ્યા વગરનું મીઠું રૂધિરાભિસરણ તંત્ર અને ચેતા તંત્ર બંનેને નુકસાન કરી શકે છે. તેનાથી બ્લડ પ્રેશર અને હાઇપર ટૅન્શનનું જોખમ વધે છે. જ્યારે મીઠું પાકી જાય તો આયર્નનું સ્ટ્રક્ચર સરળ થઈ જાય છે અને તે પચવામાં સરળ બને છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]