“ધ શાદી ફેસ્ટિવલ”માં અદ્યતન વેડિંગ અને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટસની આધુનિક શ્રેણી

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ચૌદ વર્ષની પરંપરા જાળવી રાખીને હવે પંદરમાં  વર્ષમાં  પ્રવેશતો  “ધ શાદી ફેસ્ટિવલ” અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે. ફેશન, લાઈફ સ્ટાઈલ અને લગ્ન પ્રસંગની ખરીદીના ત્રિવેણી સંગમ સમાન આ “ધ શાદી ફેસ્ટિવલ”માં મુલાકાતીઓને એક છત્ર હેઠળ લેટેસ્ટ ટ્રેન્ડનો પરિચય મળી રહેશે. રાજ્યની અગ્રણી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની રેડ ઈવેન્ટ્સ દર વર્ષે લગ્ન સિઝનની પૂર્વતૈયારી રૂપે એવા આ”ધ શાદી ફેસ્ટિવલ”નું આયોજન કરે છે.

આ વર્ષે  ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ વાયએમસીએ ક્લબ ખાતે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જે નવી સિઝનમાં લગ્નનું આયોજન કરવા જઈ રહેલા પરિવારોને શોપિંગ માટેની અદભૂત તક પૂરી પાડશે. સામાન્ય રીતે એલિટ અને ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારો માટે એક જ સ્થળે આધુનિક ટ્રેન્ડ્સને જોવા અને જાણવા માટે આ ફેસ્ટિવલ ખૂબ ઉપયોગી બની રહેશે. ફેસ્ટિવલનું ઉદઘાટન દેવગઢ બારિયાના મહારાજા તુષાર સિંહ અને મહારાણી અંબિકાકુમારીના વરદ હસ્તે કરવામાં આવશે.

વાયએમસીએ ખાતે યોજાનારા બે દિવસીય “ધ શાદી ફેસ્ટિવલ”ના આ વખતના મુખ્ય આકર્ષણમાં દેશના અગ્રણી ડિઝાઈનર્સના લેટેસ્ટ કલેક્શન્સ હશે. ફેસ્ટીવલમાં કુલ 80થી વધારે પ્રદર્શકની ૨૦૦૦થી વધુ પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવશે. જેમાં કોઈપણ લગ્ન પ્રસંગમાં અનિવાર્ય એવી તમામ કેટેગરીઝનો આમાં સમાવેશ થશે . જેમકે બ્રાઈડલ મેકઅપ, ફોટોગ્રાફિ, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્, હોમડેકોર, બેગ્સ, ફૂટવેર, હેર એન્ડ સ્કિન કેર, કેંડલ્સ અને અન્ય લાઈફસ્ટાઈલ એસેસરિઝ વગેરે. ઉપરાંત ડિઝાઈનર જ્વેલરી એક વિશેષ આકર્ષણ હશે. જેમાં પરંપરાગત સાથે ફેશનેબલ જ્વેલરી ઉપલબ્ધ બનશે.

“ધ શાદી ફેસ્ટિવલ”ના  આયોજક “રેડ ઈવેન્ટ્સ ઈન્ડિયા પ્રા. લિ.”ના ડિરેક્ટર “પૂજા અગ્રવાલે” જણાવ્યું હતું કે”ધ શાદી ફેસ્ટિવલ”ની 15મી એડિશન માનવંતા મુલાકાતીઓને શોપિંગનો એક નવો જ અનુભવ આપે એવો અમારો પ્રયાસ રહેશે. અમારા માટે વાર્ષિક ઈવેન્ટ એવા આ ફેસ્ટિવલની દરેક નવી આવૃત્તિમાં અમે નવીન કરવાનો પ્રયાસ કરીએ છીએ અને આ વખતે અમે દેશના જાણીતા ડિઝાઈનર્સને પ્રથમ જ વાર અમદાવાદ અને ગુજરાતના પરિવારો માટે ઉપલબ્ધ બનાવવાના છીએ. બે-દિવસીય ઈવેન્ટમાં તેઓ તેમના લેટેસ્ટ કલેક્શન્સ અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સ રજૂ કરશે.

આ પ્રદર્શનમાં અમદાવાદના  જાણીતા  “કે.કે.જવેલ્સ  તેમજ અન્ય જવેલર્સ તેમની લેટેસ્ટ જ્વેલરી કલેકશન પ્રદર્શિત કરશે,  જયારે  એશા કૌલ, સ્મૃતિ  ઝુનઝુનવાલા, મનીષ આહુજા, સોનલ શરાફ જેવા વિખ્યાત ફેશન ડિઝાયનર્સ તેમના તદ્દન  નવા કલેકશન ખુલ્લા મુકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]