શું ફળોમાં રહેલી સુગર મેદસ્વીતામાં વધારો કરે છે?

જના સમયમાં મોટાભાગના લોકો મેદસ્વીતાની સમસ્યાથી ચિંતિત છે. ખાસ કરીને મહિલાઓ માટે આ સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. ઝડપથી વજન ઘટાડવા માટે કેટલાક તેમના ભોજપ પર વિશેષ ધ્યાન આપતા હોય છે. પણ તેમાં પ્રશ્ન એ ઉદભવે છે કે, શું ડાઈટિંગ કરતા લોકોએ ફળ ન ખાવા જોઈએ? ફળોમાં રહેલું સુગર શું વજન વધારે છે? વજન ઘટાડવા માટે અનેક સલાહ પછી પણ લોકો એ વાતને લઈને કન્ફ્યુઝ હોય છે કે ડાયેટ પ્લાનમાં કઈ વસ્તુને સામેલ કરવી અને કઈ નહીં.

મેદસ્વીતા ઘટાડવા માટે શું ખાવુ કે શું ન ખાવુ, આ વાતને લઈને દરેકના મનમાં પ્રશ્ન હોય છે. કેટલાક લોકો એવુ માનતા હોય છે કે, ડાઈટિંગ દરમ્યાન ફળ ખાવાથી વજન ઘટવાની બદલે વધે છે. પણ શું આ વાત સાચી છે? કારણ કે એ વાત પણ સાચી છે કે, ફળમાં સુગરનું પ્રમાણ વધુ હોય જે તમારું વજન વધારી શકે છે. આજે આપણે જાણીશું કે, વજન ઘટાડા માટેના ડાઈટિંગ દરમ્યાન ફળો ખાવા જોઈએ કે નહીં.

ફળોમાં સુગર હોવાની વાત સાચી?

ફળોમાં ઘણા બધા વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ મળી આવે છે, જે શરીર માટે ફાયદાકારક છે. ફળ ખાવાનું સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. મોટાભાગના ફળોનો સ્વાદ મીઠો હોય છે. ફળોની આ મીઠાશ ગ્લુકોઝનો એક પ્રકાર, ફ્ર્યુક્ટોઝને કારણે હોય છે. ‘સુગર’ એટલે કે કૃત્રિમ ખાંડમાં પણ ગ્લુકોઝ જોવા મળે છે, અને આ જ વજન વધારવા માટે જાણીતું છે.

શું ફળોમાં રહેલું સુગર વજન વધારે છે?

આપણે જ્યારે ફળો આરોગીએ છીએ ત્યારે એ વાતનો સ્વીકાર કરવો મુશ્કેલ હોય છે કે, ફળોમાં રહેલું સુગર તમારા માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. આ અંગે થયેલા સંશોધન પણ એ બતાવે છે કે ફળોમાં હાજર સુગર તમારા શરીર અને વજન પર કોઈ ખાસ અસર કરી શકતી નથી, કારણ કે ફળોમાં હાજર સુગર કૃત્રિમ સુગર કરતા અનેક રીતે અલગ હોય છે.

ફળોમાં રહેલા સુગરથી વજન ન વધવાનું કારણ

ફ્રક્ટોઝનું વધુ પડતું સેવન તમારું વજન વધારી શકે છે. ફળોમાં પણ ફ્રક્ટોઝની હાજરી હોય છે. પરંતુ, ફળોમાં ફ્રક્ટોઝ ઉપરાંત પણ એવા અનેક તત્વો હોય છે જે તેમને સ્વસ્થ બનાવે છે. આ તત્વો વજન નથી વધવા દેતા જેમકે ફાઈબર અને મેગ્નેશિયમ. ફાઈબરને કારણે ફળનું ધીમે ધીમે પાચન થાય છે અને શરીર તેને પચાવવા માટે મોટા પ્રમાણમાં ઊર્જાનો ખર્ચ કરવો પડે છે. આ સ્થિતિમાં, ફળો ખાધા પછી તમારા શરીરને જેટલી કેલરી મળે છે, તેટલી જ કેલરી તેને પચાવવામાં ખર્ચ કરવામાં આવે છે, તેથી તે તમારું વજન વધવા નથી દેતુ. આ સિવાય ફાઈબરને લીધે સુગર તમારા લોહીમાં ધીરે ધીરે ઓગળી જાય છે, એટલે ન તો ફળો અચાનક તમારા બ્લડ સુગરમાં વધારો કરે છે અને ન મેદસ્વીપણાનું કારણ બને છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]