દરરોજ સવારે અડધો કલાક કરો આ કામ, વિટામીન ડીની ઉણપ નહીં રહે

જની જીવનશૈલીમાં વિટામીન ડીની ઊણપ ઘણી ઝડપથી વધી રહી છે. ઠંડની ઋતુમાં ભલે તમને તડકો ખાવો પસંદ હોય પણ ચિંતાજનક વાત એ છે કે, ઠંડીની ઋતુમાં તડકામાંથી મળતા વિટામીન ડીની ઉણપના કિસ્સા વધતા જાય છે. ઠંડીની ઋતુમાં એક તરફ જીભને અનેક નવા સ્વાદ ચાખવા મળે છે તો બીજી તરફ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક નવી મુશ્કેલીઓ પણ સામે આવે છે. આ ઋતુમાં હ્રદય રોગ અને સ્ટ્રોકના ખતરો વધી જાય છે આ સાથે ઠંડીની ઋતુમાં વિટામીન સી ની ઉણપ પણ જોવા મળે છે. તેનું કારણ છે કે, મોટાભાગે લોકો ઠંડીથી બચવા માટે ઘરની અંદર જ રહેતા હોય છે અને તડકાનો સામનો નહિવત્ત પ્રમાણમાં કરતા હોય છે. જેથી વિટામીન ડીની ઉણપના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ઘણાં એવા લોકો ડોક્ટરની સલાહ વિના વિટામીન ડીની દવા લેવાનું શરૂ કરી દે છે, પરંતુ આવી રીતે લીધેલ વિટામીન ડીની દવા તમારા શરીરને હાની પહોંચાડી શકે છે. વિટામીન ડીની દવા લેતી વખતે સાવચેતી રાખવી જોઈએ. પહેલા એ જાણી લેવું જોઈએ કે શરીરને વધુ વિટામીન ડી લેવાની જરૂર છે કે કેમ.

વિટામીન ડી તમારા શરીરને મજબૂત બનાવવાની સાથે એ અનેક રોગો સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. તમે તમારી રોજીંદી જરુરીયાતનું વિટામીન ડી સવારના કુમળા તડકામાંથી મેળવી શકો છો પણ એના માટે તમારે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી તડકો ખાવો જરુરી છે. તો આવો જાણીએ કે, રોજ અડધા કલાક તડાકમાં બેસવાથી કેટલા ફાયદા થાય છે.

 • તડકામાં બેસવાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થતું હોવાથી તમને બ્લડપ્રેશર (બીપી)ને કન્ટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે.
 • તડકામાં બેસવું તમારા હ્રદય માટે પણ લાભદાયક છે. તેમજ ડાયાબિટીશના દર્દીઓ માટે તો આ એક અકશીર સમાન માનવામાં આવે છે.
 • સૂર્યપ્રકાશ અથવા વિટામીન ડી સપ્લિમેન્ટ્સ લેવાથી પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે અને મેટાબોલિક સિન્ડ્રોમ રોકવામાં મદદ મળે છે.
 • સ્તન કેન્સર અંગે થયેલા એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે જો વિટામીન ડીની ઉણપની સાથે મેદસ્વીતા પણ હોય તો તે બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે. સંશોધનમાં સામે આવ્યું છે કે લો BMI (બોડી માસ ઇન્ડેક્સ,) ધરાવતા શરીરમાં હાજર વિટામીન ડીનું એક સારું સ્તર બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણનું કામ કરે છે.
 • તડકામાં બેસવાથી શરીરને વિટામીન ડી મળે છે, જે હાડકાના ગ્રોથમાટે ઉત્તમ સાબિત થાય છે.
 • સૂર્યના કિરણો વિટામીન ડીનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે પણ અહીં ખાસ ધ્યાન એ રાખવાનું કે, સવારનો કુમળો તડકો જ ફાયદાકારક હોય છે. આનાથી ત્વચાના રોગનું જોખમ પણ ઓછું થાય છે.
 • અનેક સંશોધનોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામીન ડી માથાનો દુખાવો મટાડી શકે છે. તેમજ સૂર્યના કિરણો કેન્સરના રોગ સામે પણ રક્ષણ આપે છે.

વિટામીન ડીની ઉણપના લક્ષણો

 • થાક લાગવો
 • હાડકાંમાં દુખાવો અને નબળાઇ અનુભવાય છે. આ સિવાય શરીરના જુદા જુદા ભાગોમાં માંસપેશીઓમાં સતત દુખાવો પણ વિટામીન ડીની ઉણપ દર્શાવે છે.
 • ડિપ્રેશન અને  બીજી અન્ય માનસિક વિકૃતિઓનું મૂળ કારણ વિટામીન ડી ની ઉણપ સાથે જોડાયેલું છે.નવા જન્મેલા બાળકોના માનસિક વિકાસ માટે અને અન્ય માનસિક બીમારીઓના જોખમને ઘટાડવા માટે ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન માતાઓએ તેમના શરીરમાં વિટામીન ડી નું પ્રમાણ જાળવવું અત્યંત જરૂરી છે.
 • વાળનું ખરવું
 • વિટામીન ડીની ઉણપની અસર તમારા મૂડ પર અધારિત હોય છે. વિટામીન ડીની ઉણપની અસર સેરોટોનિન હોર્મોન પર પડે છે. જે મૂડ સ્વિંગ્સની સમસ્યા ઊભી કરે છે.

આજના સમયમાં વિટામીન ડીની ઊણપની સમસ્યાએ ઘણું જોર પકડ્યું છે. NCBI પ્રમાણે, દુનિયાની વસ્તીના 50 ટકા વિટામીન ડીની ઊણપની સમસ્યાથી લડી રહ્યા છે. દરેક વ્યક્તિએ નિયમિત રૂપે રોજનું ઓછામાં ઓછું 10  20 માઈક્રોગ્રામ વિટામીન ડી લેવું જરૂરી છે. આના માટે તમારે વિટામીન ડીના સપ્લિમેન્ટ લઈ શકો છો. આ ડોક્ટરની સલાહ વિના ન લેવું જોઈએ. 150mg/dl થી વધુ લોકો વિટામીન ડી ટોક્સિક હોય છે. યોગ્ય માત્રા 20  30mg/ml હોય છે અને સુરક્ષિત સ્તરથી ઉપર કે મહત્તમ સ્તર 60mg/ml માનવામાં આવે છે.

એ વાતનું ધ્યાન રાખો કે, તમે વિટામીનથી ભરપૂર આહાર જરુર લો. એક સ્વસ્થ જીવન માટે એ ખૂબ જ જરુરી છે. જો તમને ઉપર જણાવેલા લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ તમારા શરીરમાં જોવા મળે તો તાત્કાલિક તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]