ઈરાની ટૅન્કર દુર્ઘટના: ચીનની બેદરકારી

રાનનું તેલ ટેન્કર સાંચી ગત રવિવારે (૧૪ જાન્યુ.એ) દરિયાકાંઠામાં ડૂબી ગયું. એક સપ્તાહ પહેલાં તે સળગી ઊઠ્યું હતું અને તેના ધૂમાડા હવામાં સેંકડો મીટર સુધી ગયા. આ દુર્ઘટનામાં ૩૨ ખલાસીઓ પૈકી માત્ર ત્રણ જણાંના મૃતદેહ જ મળ્યાં છે. આ જહાજમાં ૧.૩૬ લાખ ટન બેરલ તેલ (ઑઇલ) હતું. તેનાથી ચીનનો દરિયાકાંઠો જબરદસ્ત પ્રદૂષિત થવાની શક્યતા છે.ઑઇલ ટૅન્કરમાં કન્ડેસેટ ઑઇલ હતું, તે જાડું કાળું ઑઇલથી જુદું હતું. તેના બદલે રંગવિહોણું ઑઇલ કેટલીક ચોક્કસ સ્થિતિમાં માત્ર પ્રવાહી જ હોય છે. અને તે પાણીમાં દ્રાવ્ય હોય છે. તેનાથી તેને અલગ પાડવું અને પકડવું અઘરું હોય છે.

પૂર્વ ચીનના દરિયાકાંઠે ડૂબી ગયેલાં ઇરાનીયન ઑઇલ ટૅન્કમાંથી ઢોળાયેલું તેલ વિસ્તરી રહ્યું છે અને તે પવન અને દરિયાઈ પ્રવાહોના કારણે ઉત્તર તરફ આગળ વધશે. હાલમાં, કેટલું ગાઢ તેલ પાણીમાં ભળ્યું તે માપવું અશક્ય છે. તેમાંથી કેટલુંક સળગી ગયું અને કેટલુંક બાષ્પ બની ગયું, પરંતુ જ્યારે જહાજ ડૂબી ગયું ત્યારે બૉર્ડ પર કોઈ તેલ રહી ગયું હોય તો તે સમય જતાં ધીમેધીમે લીક થશે અને તેને રોકવું અઘરું રહેશે.

ગાઢ તેલ જે પાણીમાં લીક થઈ ગયું તે સ્થાનિક માછલીની વંશવૃદ્ધિ પર ખરાબ અસર પાડશે અને સાંચી હમ્પબૅક વ્હેલના સ્થળાંતરના માર્ગમાં જ ડૂબી ગયું છે. કોઈ બ્લેક બીચ તેલવાળો નહીં બને પરંતુ તેલ જ્યારે શ્વાસમાં અને ત્વચા પર લાગશે ત્યારે તે જીવલેણ બનશે. તેનાથી જળચર પ્રાણીઓ પર લાંબા સમય સુધી ન મટનારી અસરો પડશે.

બીજી ચિંતા ઈંધણની છે જે સાંચીને ઊર્જા પૂરી પાડતું હતું. જે દિવસે સાંચી ડૂબ્યું તે દિવસે ચીનના રાજ્ય સમુદ્રીય પ્રશાસને બે તેલની ચીકાશવાળી સપાટીનું વૃત્ત આપ્યું, એક તો ૧૫ કિમી લાંબી હતી અને બીજી ૧૮ કિમી લાંબી હતી. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે તે કાર્ગોમાંથી છે કે ઈંધણની ટૅન્કમાંથી. યુનિવર્સિટી ઑફ એક્સેટર ખાતેના સંશોધક પૉલ જૉન્સન મુજબ, આ પ્રકારનાં વહાણોમાં ઈંધણની ટેન્ક એન્જિન રૂમની પાસે આવેલી હોય છે તે જોતાં, એવી સંભાવના છે કે શરૂઆતની અથડામણ પછી ફ્યુએલ ટૅન્ક સહીસલામત રહી હોય. પરિણામે દરિયામાં સમય જતાં તેમાંથી ધીમુંધીમું લીકેજ થવા સંભવ છે.

ટેન્કર સાથે કામ પાર પાડવામાં બે ધ્યેય હતા: એક તો ક્રૂને બચાવવા આગ હોલવવી અથવા પાણી પ્રદૂષિત ન થાય તે માટે તેલને જેટલું બને તેટલું સળગી જવા દેવું. અંતમાં, આ બંનેનું મિશ્ર કામ થયું.

નેશનલ ઇરાનીયન ટૅન્કર કંપની જે આ જહાજનું કામકાજ સંભાળતી હતી, પાસે નજીકમાં બે જહાજ હતાં અને કંપનીના પ્રવક્તાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ચીનની આગશામક હોડીઓ આગ હોલવવા પાણીનો શા માટે ઉપયોગ કરી રહી હતી. તેના બદલે ફીણ વધુ અસરકારક રહેત.ઈરાનના વેપારી સમુદ્રી જહાજમાં હજુ આગ શમી નથી ત્યારે કંપનીએ આગ હોલવવામાં પ્રગતિ ન થવા અંગે નિરાશા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ચીન પૂરતો સહકાર આપતું નથી. અન્ય લોકોએ પણ આ બાબતે ચીનની ટીકા કરી છે. ચીન જે રીતે આગ હોલવવામાં બેદરકારી દાખવી છે તે ટીકાપાત્ર બની છે. ચાઇના મરીન સર્વેલન્સના પૂર્વ ચીન દરિયાઈ એકમના પૂર્વ ડેપ્યુટી યુ ઝીરોંગે કહ્યું કે સાંચી પર બૉમ્બ ફેંકાવાની કે ટૉર્પીડો નાખીને ઉડાવી દેવાની જરૂર હતી. તેનાથી વિસ્ફોટ થાત અને તેનાથી બાકી વધેલું તેલ સળગી ઉઠત જેનાથી દરિયામાં તેલ ઢોળાવાની શક્યતા ઓછી રહેત.

ચીને જાહેર કર્યું છે કે તે આ ઘટનાની તપાસ કરશે. જોકે આ વાત રફ્ફુ મારવા જેવી જ રહેશે કેમ કે જ્યારે તેનો અહેવાલ બહાર આવશે ત્યારે તેનો કોઈ અર્થ નહીં રહે. દરિયામાં પ્રદૂષણ થવાનું હશે તે તો થઈ જ ગયું હશે.