પેપલમ ટોપ: વિકટોરિયન ફેશન હવે છે ટ્રેન્ડી

મ તો પેપલમ ટોપની ફેશન ઘણાં સમય પહેલા ચલણમાં આવી હતી. ત્યાર બાદ આવ્યાં ક્રોપ ટોપ, ક્રોપ ટોપ હજુ પણ ફેશનમાં તો છે.  જોકે પેપલમ ટોપ ફરીથી એકવાર ફેશન પરસ્ત યુવતીઓના વોર્ડરોબનો હિસ્સો બન્યા છે. સ્વાભાવિક છે કે ફેશન માટે યુવતીઓ અને મહિલાઓ ટેલિવિઝન શોમાંથી ઘણી પ્રેરણા લેતી હોય છે તેમાં હવે કેટલાક શોમાં શોની લીડ એકટ્રેસ જે પહેરે છે તે યુવતીઓ માટે ફેશન બની જાય છે તે પછી જ્વેલરી હોય કે વસ્ત્રો.હાલમાં જ હમારી બહુ સિલ્કમાં આવતું પાંખીનું કેરેક્ટર જે રીતે ધોતી અને પેપલમ ટોપ પહેરે છે તે જોઈને યુવતીઓ ફરી આ ફેશન પાછળ ઘેલી બની છે. વળી આ કેરેકટર જે પેપલમ ટોપ પહેરે છે તે બ્રોકેડ અને સિલ્કના છે અને આખા શરીરને ઢાંકે છે. અને એથનિક પણ લાગે છે.

પેપલમ ટોપ એક સમયે ઘણા પ્રખ્યાત હતાં . ખાસ કરીને વિદેશમાં.કમરેથી ફ્રિલ વાળા પેપલમ ટોપ વિક્ટોરિયન એરા બાદ ગાયબ થઈ ગયા હતા ફેશનજગતમાંથી ઘણે સમય ગાયબ થઈ ગયાં હતાં, પરંતુ આજની આધુનિક માનુનીઓને ફરીથી આ ફેશનનો રંગ લાગ્યો છે. પેપલમ ટોપ મોટા ભાગે શોર્ટ સ્કર્ટ સાથે પસંદ કરવામાં આવે છે. મોટા ભાગની એર હોસ્ટેસ માટેના ગણવેશમાં સ્કર્ટની ઉપર બ્લેઝર અથવા તો પેપલમ ટોપ ખાસ પસંદ થતા હોય છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ પ્રકારના પેપલમ ટોપમાં કેટવોક પણ કરી ચૂકી છે.  ટાઇટ સ્કર્ટ અને શોર્ટ્સ સાથે કમરના ભાગે ફ્રીલ એટલે કે ઝૂલ ધરાવતા પેપલમ હવે અનેકવિધ મોડર્ન અવતારમાં સ્ત્રીઓને લલચાવી રહ્યા છે.

રેટ્રો ફેશન તરીકે પેપલમ હંમેશાં ટોપ પર રહ્યા છે. અને હવે મીડી, શોટ્ર્સ, લોન્ગ સ્કર્ટ, વનપીસ સૂટ જેવાં આઉટફિટમાં પણ પેપલમ અવેલેબલ છે. જેની સાથે તમે ડિઝાઇનર જેકેટ અથવા તો બ્લેઝર પણ પહેરી શકો છો. જો પેપલમમાં બો ડિઝાઇન હોય તો તેનાથી તમારું ફિગર વધુ આકર્ષક લાગે છે. પેપલમ સલ્તૂળ સ્ત્રીઓ પણ સરળતાથી પહેરી શકે છે તેથી હાલ પેપલમ વધઆરે લોકપ્રિય થયા છે. વળી પેપલમ ટોપ તૈયાર ન ખરીદવું હોય અને સિવડાવવું હોય તો તમે સરળતાથી તેને સિવડાવી પણ શકો છે. પેપલમ સાથે વિવિધ બેલ્ટ પણ ટ્રાય કરી શકાય છે.

 પેપલમમાં તમને હોલ્ટર નેકથી માંડીને સ્ટ્રેપી, ઓફ શોલ્ડર, સ્લીવલેસ, બેલ્ટેડ મીડી જેવી વિવિધ મળશે જે તમારા અપિરયન્સને વધારે પ્રતિભાશાળી બનાવે છે અને સાથે તમને ડિફરન્ટ લુક પણ આપે છે. સિલ્ક, જર્સી, જિન્સ, શિફોન, લેધર જેવાં ફેબ્રિકમાં ડાર્ક રેડ, બ્લૂ, યલો, બ્લેક જેવા અનેક રંગોમાં પેપલમ ડ્રેસીસ અવેલેબલ છે.

 

ખાસ કરીને જે સ્ત્રીઓની કાયા સ્થૂળ છે તેમના માટે કમર પાસેથી ફ્રોકની જેમ ખૂલતુ પેપલમ એક નવીન સ્ટાઇલ બની રહ્યું છે. પેપલમ ટોપ હાફ સ્લિવ-ફુલ સ્લિવ અને ટયુબ ટોપના કટ્સમાં બને છે. ભરાવદાર સ્ત્રીઓ સ્લિમ દેખાવા આ સ્કર્ટનો સહારો લે છે. આ સ્કર્ટની નીચે આવેલો ઘેરવાળ પહોળો ભાગ તમને પહેરવામાં કમ્ફર્ટેબલ રાખે છે.

ફ્રીલવાળા પેપલમ ટોપના ફાયદા અને ટિપ્સ

  • આ ડ્રેસ પહેરવાથી સ્લિમ લુક મળે છે જેનું ફિગર સપ્રમાણ છે તેમના માટે પેપલમ બેસ્ટ ઓપ્શન બની રહેશે.
  • જે યુવતીના નિતંબ તથા હિપ્સ ભારે હોય તે યુવતીઓએ ઘેરા રંગના પેપલમ પસંદ કરવા.
  • આખો ડ્રેસ ડાર્ક કલરનો ન ગમે તો કમરથી ઉપરનો ભાગ હળવા રંગનો અને કમરની નીચેથી ઘેરા રંગનો ડ્રેસ પણ ખરીદી શકાય.
  • તમારે લાઇટ લુક મેળવવો હોય તો નેટ તથા લેસ મટિરિયલના પેપલમ ખરીદો.
  • પેપલમ હંમેશઆં હિલ વાળા ફૂટવેર સાથે જ પહેરવા.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]