સૂર્યના રંગો સાથે તમારા ઉનાળાને બનાવો ટ્રેન્ડી

મ તો ઉનાળામાં સૂર્યનો આકરો તડકો દઝાડે છે પરંતુ એ જ સૂર્યનો કેસરી રંગ જ્યારે ગુલમહોરમાં કે કેસૂડામાં જોવા મળે ત્યારે આકરા ઉનાળામાં પણ આંખો ચમકી ઉઠે છે  તમે પ્રકૃતિના રંગો સાથેનું સાયુજ્ય વસ્ત્રોમાં પણ અપનાવશો તો ચોક્કસપણે  તમે ટ્રેન્ડી રહી શકશો. તો ચાલો આજે વાત કરીએ ઉનાળું રંગની.

ઉનાળાના આઉટફિટ્સની તેમજ સુંદરતાને સાચવવાની વાત  આપણે બે વીકથી કરી રહ્યા છીએ. ગરમીની ઘણી લાંબી સિઝન પસાર કરવાની હોવાથી તેના માટે ઘણ બધા વિકલ્પ વિશે વિચારવું પડે છે. આમ તો ઉનાળામાં ડાર્ક રંગોની પસંદગી યોગ્ય નતી રહેતી પરંતુ જે તે ડાર્ક રંગના વિવિધ પેસ્ટલ શેડ્સ અથવા તો થોડા લાઇટ રંગના વસ્ત્રોની પંસદગી યોગ્ય રહે છે.

ઉનાળા માટે આ વખતે તમે વિવિધ ડાર્ક શેડના લાઇટ રંગોની પસંદગી કરી શકો છો. આપણે અગાઉ પેસ્ટલ રંગોની વાત ઉંડાણપૂર્વક કરી છે તેથી તેમાં વધારે છણાવટ ન કરતા , આ વખતના સમર ટ્રેન્ડી રંગ વિશે વાત કરું.

ફેશન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ વખતે કેસરી રંગ ઇન ટ્રેન્ડ રહશે.  એકદમ ડાર્ક કેસરીની સાથે સાથે તમારી ત્વચાના રંગ સાથે મેચ સાથે તેમજ કેસરી રંગના શેડ સાથે  મેચ થાય તેવા  લાઇટ ગ્રીન, પિન્ક, યલો,  લાઇટ રેડ,  ઓફ વ્હાઇટ  જેવા રંગોનું કોમ્બિનેશન કરી શકાય છે. ઉનાળામાં ફ્લોરલ વસ્ત્રોની સાથે સાથે  રંગોનું કોમ્બિનએશન ઘણ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે જો તમારા વસ્ત્રો પેસ્ટલ રંગના હશે તો તે ગરમીને સારી રીતે શોષી શકશે. તેમજ શરીરમાં થતા પરસેવાને પણ લાઇટ રંગો તથા કોટન વસ્ત્રો સારી રીતે શોષી શકે છે.

હંમેશાં એ બાબત યાદ રાખવી જોઈએ કે ફેશન અને દરેક સિઝનની પોતાની વિશેષતા એ એકબીજાની  સાથે સંકળાયેલા છે. જો આ પ્રમાણે જ આઉટફિટ્સની પસંદગી કરશો તો તમે ઉનાળામાં ફેશનની સાથે સાથે આરામદાયક વસ્ત્રસજ્જા કરી શકો છે.

જે યુવતીઓ ગરમીની સિઝનમાં સિન્થેટિક વસ્ત્રો નથી પહેરી શકતી તેઓના માટે કોટન અને લાઇટ રંગોના વસ્ત્રો વધારે યોગ્ય રહે છે. કારણ કે ઘણી વાર ગરમીની સિઝનમાં સિન્થેટિક વસ્ત્રો પહેરવાને કારણે શરીર પર રેશિઝ થઈ જતા હોય છે અને ત્વચાની તકલીફ પણ થતી હોય છે. ખાસ કરીને પંજાબી સૂટ,  કોટન કુર્તી, કોટન ડેનિમની થએના જુદા જુદા ટોપની પંસદગી કરો ત્યારે આ બાબતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

ઉનાળા માટે કોટન દુપટ્ટા પણ જરૂરી છે. કારણ કે ઉનાળાના સમયમાં દુપટ્ટો  શરીર કવર કરવા માટે પણ ઘણો કામ આવે છે  મોટા ભાગે શહેરોમાં તો યુવતીઓ દરેક સિઝનમાં દુપટ્ટાથી ચહેરો અને શરીર કવર કરીને જ બહાર નીકળતી હોય છે જેથી સૂર્યના આકરા કિરણોથી બચી શકાય.

 

 

તમે ઉનાળા માટે કેસરી , પીળા, બ્લૂ જેવા રંગોના આછા શેડ પસંદ કરવાની અને એ પ્રમાણે ફેશનેબલ વસ્ત્રો અત્યારથી જ તૈયાર કરવા માંડો જેથી  જ્યારે  ગરમી શરૂ થાય ત્યારે તમે સરળતાથી એક ગરિમાસભર ફેશન સાથે રજૂ થઈ શકો. તમે જો વિવિધ સેલિબ્રિટીના પોશાકનું અવલોકન કરતા હો તો તમે નોંધ્યું હશે કે પહેલા ઉનાળો આવે એટલે લોકો વ્હાઇટ કલર પહેરવાનું પસંદ કરતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ છે અને  વિવિધ લાઇટ રંગો ઉનાળા માટે ઇન ટ્રેન્ડ બની ગયા છે તે પછી સ્ત્રીઓ હોય કે પુરુષો. ફેશન પરસ્ત  લોકો દરેક સિઝનને લગતા ટ્રેન્ડ અપનાવવામાં વાર નથી કરતા. તો આ વખતે તમે કેસરી રંગ સાથેના દરેક કલરને અપનાવીને તમારા સમરને  વધારે ટ્રેન્ડી બનાવી શકો છો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]