નેશનલ ક્રશ એન્ડ વિંકીંગ ક્વીનની લાઇફસ્ટાઇલ

ફેબ્રુઆરીનો મહિનો આવે એટલે બધાંને યાદ આવે વેલેન્ટાઇન ડે. બધા યુવા હૈંયાઓ આ દિવસની રાહ જોતા હોય. જો કે આપણે વેલેન્ટાઇ ડે પર નહીં આ દિવસની બ્રાંડ એવી પ્રિયા પ્રકાશની વાત કરીએ. જી હા, વેલેન્ટાઇન બ્રાંડ. વેલેન્ટાઇન ડે આવ્યો તેના પહેલાં જ પ્રિયાનો એક વિડીયો વાયરલ થયો અને એ બની ગઇ નેશનલ ક્રશ. એટલે કે દેશભરમાં રાતોરાત તેના ચાહકો ઉભા થઇ ગયાં. અને વેલેન્ટાઇન ડેના તરત ફરી એક વિડીયો આવ્યો જેમાં તેની અદાઓ જોઇને ચાહકો ઘાયલ થઇ ગયા. પણ તેની આંખોના ઇશારા અને તેની અદાઓ જ નહીં તેની લાઇફ સ્ટાઇલ પણ લાજવાબ છે.મલયાલમ ફિલ્મ ઓરૂ અદાર લવ એટલે કે શાનદાર પ્રેમકહાનીમાં 18 વર્ષની કોલેજ ગર્લનો રોલ કરનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર. પ્રિયાની ફિલ્મના પ્રમોશન રૂપે બે ગીત અને તેના બે વિડીયો વાયરલ થયા અને મલયાલમ અભિનેત્રી આખા દેશ પર છવાઇ ગઇ. અને કેમ નહીં, તેની અદાઓ જ કંઇક એવી જોવા મળી વિડીયોમાં કે પૂછો નહીં. રાતોરાત સોશ્યલ મિડીયા પર છવાયેલી પ્રિયાની આંખ મારવાનો અંદાજ હોય કે તેની બંદૂકની અણીએ ફ્લાઇંગ કિસ આપવાની સ્ટાઇલ. બંને ખૂબ જ અડોરેબલ એન્ડ ચાર્મિંગલી લવલી છે. માઇન્ડ વેલ આ સીનમાં ક્યાંય વલ્ગારીટી નથી. અને એ એટલા માટે કદાચ કારણ કે પ્રિયાની આભા જ સીધી છોકરીઓ જેવી છે.

સામાન્યમાં સામાન્ય છોકરી પણ તેના મનના અરમાનને પ્રિયાના ઇશારોમાં જોઇ શકે તેવી છે પ્રિયાની ઇમેજ. વાયરલ થયેલા સીનમાં ભલે પ્રિયાના ઇશારા નોટી છે. પણ રિયલ લાઇફમાં પ્રિયા એક સામાન્ય છોકરી જેવી જ છે. અને એ તેની સ્ટાઇલ પરથી જ સાબિત થઇ જાય છે. સામાન્ય લોકોની જેમ જ તે કુર્તી, જીન્સ, ટીશર્ટ અને ક્યારેક ઓકેશનલી સાડી પહેરે છે. બાકીની અભિનેત્રીઓ જ્યાં ડિઝાઇનર વેરથી પોતાની અલગ ઇમેજ બનાવે છે. ત્યાં પ્રિયા પોતાની સામાન્ય ઇમેજથી વધુ ખાસ આકર્ષણ જમાવે છે. તેનો આ જ સરળ અંદાઝ તેને બધાથી અલગ તારે છે. કોઇ અભિનેત્રીની વાત હોય એટલે તેના કપડાંની સાથે તેના ડિઝાઇનરના નામ પણ આવે. મોંઘાદાટ ગાઉન્સ અને ડ્રેસ, પરફેક્ટ મેકઅપ અને દરરોજનો નવો લૂક. પણ પ્રિયાને જુઓ તો પહેલી નજરે આપણું જ પ્રતિબિંબ લાગે. મારી તમારી જેમ જ એકદમ સાદા કપડામાં તે આપણી જાણે પડોશી હોય એટલી આત્મીય લાગી આવે તો પણ નવાઇ નહીં.  અને તેમાં પણ અડધા સમય તો પ્રિયા મેકઅપ વગર જોવા મળી જાય. દરરોજ આપણે જેમ નોર્મલ પોનીટેઇલ બનાવીએ કે ખુલ્લાં વાળ રાખીએ એવી જ રીતે એ પણ જોવા મળે. કોઇ હેરસ્ટાઇલ વગર પોતાના વાંકડીયા વાળને રમાડતી પ્રિયા ખરેખર એટલી અડોરેબલ લાગે, પછી રાતોરાત આટલા ચાહકો ઉભા થાય એમા નવાઇ કેવી?

સોશિઅલ મીડિયા પર અન્ય અભિનેત્રીઓના ફિલ્ટર્ડ એન્ડ એડિટેડ મેકઅપવાળા ફોટાની સામે પ્રિયાના એકદમ સિમ્પલ એન્ડ ડીસન્ટ લૂકને જોવો ચોક્કસ આમ જનતાને વધુ ગમે. અને આંડબર વિનાનો તેનો આ જ અંદાજ છે જેના લોકો દિવાના થઇ ગયા છે એવું કહીએ તો પણ ખોટુંં નથી. પ્રિયાનું સપનું ભવિષ્યમાં નામાંકિત અભિનેત્રી બનવાનું છે. તેનો આંખ મારતો વિડીયો વાયરલ થયા બાદ તેનું એવું કહેવું હતું કે તેને માત્ર વિંકીંગ ક્વીન નથી બનવુ પણ એક રીયલ એક્ટ્રેસ બનવું છે. તેનું આ સપનું પણ તેને કેટલીય ટીનએજર્સ સાથે કનેક્ટ કરે છે. જે સામાન્ય પરિવારની સામાન્ય છોકરીઓ છે. પ્રિયા તેમને માટે ડ્રીમ કમ ટ્રુ જેવી ફીલીંગ છે.  વેલ, એ રિયલ એક્ટ્રેસ બને તેવી તેના શુભેચ્છકોની ઇચ્છા તો  છે જ પણ એ બધાથી વધારે તેની અદાઓને વારેવારે જોઇ એ અદાઓના નશામાં ડૂબવાની પણ ચાહકોને એટલી જ મજા આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]