સાસુમાએ આપેલી સજા વિશે ક્રિકેટર ભજ્જીએ કપિલ શર્મા શૉમાં કરી આ વાત…

મુંબઈઃ એક ચેનલ પર આવતાં શૉ દરમિયાન જાણીતાં ક્રિકેટર હરભજનસિંહ એક મજાની વાત કહી હતી. કપિલ શર્માના શોમાં હરભજન સિંહે તેના લગ્ન વિશે આ વાત કરી હતી. જેમાં ભજ્જીએ જણાવ્યું હતું કે તેની પત્ની ગીતા બસરા સાથે ઝઘડો કર્યા બાદ સાસુમાએ તેને સજા આપી હતી.

કપિલ શર્માના શોમાં હરભજન સિંહ અને ગીતા બસરા આવ્યાં હતાં અને ખૂબ મસ્તી કરી હતી. પરંતુ તે દરમિયાન હરભજનસિંહે તેમના લગ્ન વિશે આ વાત કહી હતી. ભજ્જીએ જણાવ્યું હતું કે તેની સાસુએ તેની પત્ની ગીતા બસરા સાથે ઝઘડો કરવા બદલ તેને સજા આપી હતી. ભજ્જીના આ શબ્દો સાંભળ્યા પછી કપિલ શર્મા પોતે ખડખડાટ હસી પડ્યાં હતાં. ધ કપિલ શર્મા શોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ભજ્જીએ જણાવ્યું કે “એકવાર મારી સાથે તેની સાથે લડાઈ થઈ, તેણે તેના ઘરે ફોન કર્યો અને તેની માતાને બોલાવી અને કહ્યું કે હરભજન સાથે મારો ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો છે તેથી હું ત્રણ મહિનાથી તમારા ઘરે આવું છું. પરંતુ ગીતાની માતાએ તેની પુત્રીને કહ્યું કે તું ત્યાં જ રોકાઈ જા, જેણે ખોટું કર્યું છે તેને શિક્ષા કરવામાં આવશે હું છ મહિનાથી ત્યાં આવું છું. “ ધ કપિલ શર્મા શોના આ વીડિયો પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

આ સિવાય કપિલ શર્માના શોમાં હરભજનસિંહે કહ્યું હતું કે શ્રીલંકાની એક યુવતી સાથે તેની મિત્રતા થઈ ગઈ હતી, જેણે તેને અંગ્રેજી શીખવામાં મદદ કરી. તેનું અંગ્રેજી બહુ સારુ ન હતું પરંતુ ગત વર્ષે તે સ્કેટ સ્પોર્ટ્સ માટે પણ અંગ્રેજીમાં કોમેન્ટરી આપી આવ્યો છે. હરભજન સિંહ અને ગીતા બસરા સિવાય ‘ધ કપિલ શર્મા શો’માં બાલાની સ્ટાર કાસ્ટ આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ પણ જોવા મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]