મગની દાળ-પાલકની ઈડલી

મગની દાળ અને પાલકની ઈડલી ડાયાબિટીસ ધરાવનાર માટે ઉત્તમ ડાયેટ છે. આ ઈડલી સ્વાદમાં પણ સારી બને છે!

સામગ્રીઃ

  • મગની દાળ 1 કપ
  • પાલક ½ કપ
  • દહીં 2 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 લીલા મરચાં
  • આદુ  ½ ઈંચ
  • ખાવાનો સોડા 1 ટી.સ્પૂન
  • તેલ ઈડલી સ્ટેન્ડમાં ચોપડવા માટે

રીતઃ મગની દાળને 2-3 પાણીએથી ધોઈને પાણીમાં 2-3 કલાક માટે પલાળો. ત્યારબાદ પાલકને સારી રીતે ધોઈને સમારી લો. હવે મિક્સીમાં દાળ, પાલક, લીલા મરચાં, દહીં નાખીને બારીક ખીરું તૈયાર કરી લો. મીઠું સ્વાદ મુજબ ઉમેરી દો. આ ખીરું ઢાંકીને 1 કલાક માટે રહેવા દો.

1 કલાક બાદ ઈડલીના કૂકરમાં પાણી નાખીને કૂકર ગરમ કરવા મૂકો. ઈડલીના સ્ટેન્ડમાં તેલ ચોપડીને ખીરું નાખીને સ્ટેન્ડને કૂકરમાં મૂકીને કૂકર ઢાંકી દો અને 15-20 મિનિટ સુધી ઈડલીને બફાવા દો. ત્યારબાદ બહાર કાઢીને થોડી ઠંડી થાય એટલે ચપ્પૂ વડે સ્ટેન્ડમાંથી કાઢી લો.

નાળિયેરની ચટણી સાથે ઈડલી સારી લાગશે!