શિયાળામાં લીલા વટાણા સારા મળે છે. તેમાંથી ચટપટી સ્વાદિષ્ટ કટલેસ ઓછા સમયમાં તૈયાર થઈ શકે છે!
સામગ્રીઃ
- વટાણા 1 કપ
- તીખા લીલાં મરચાં 3-4
- લસણની કળી 6
- આદુનો ટુકડો 1½ ઈંચ
- આખા ધાણા 1 ટી.સ્પૂન
- ઘઉંનો લોટ 1 કપ
- ચોખાનો લોટ ½ કપ
- કાંદો 1
- ટામેટું 1
- જીરુ 1 ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ધોઈને સમારેલી કોથમીર 1 કપ
- લીંબુનો રસ 1 ટે.સ્પૂન
- સફેદ તલ 1 ટે.સ્પૂન
- કાળું મીઠું ¼ ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- હળદર ¼ ટી.સ્પૂન
રીતઃ વટાણા, આખા ધાણા, લીલાં મરચાં, લસણ, આદુના નાના ટુકડા કરીને મિક્સીમાં ઉમેરીને અધકચરા વાટી લો.
એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ લઈ તેમાં વાટેલું મિશ્રણ મેળવો. હવે તેમાં સફેદ તલ, જીરુ, લાલ મરચાં પાઉડર, સમારેલી કોથમીર, હળદર, કાળું મીઠું ¼ ટી.સ્પૂન તેમજ સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ ઉમેરી કાંદા તેમજ ટામેટાંને ઝીણાં સમારીને ઉમેરો.
આ મિશ્રણને લોટ જેવું બાંધો. જો બહુ જ સૂકું કે કડક હોય તો સહેજ પાણી ઉમેરી દો.
ગેસ ઉપર ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
મિશ્રણમાંથી ગોળા લઈ તેને ચપટો આકાર આપીને તેલમાં હળવેથી મૂકીને બાકીના ગોળા પણ ગોઠવીને શેલો ફ્રાઈ કરી લો.