‘સ્વીટ સ્માઈલ્સ’ પુરણપોળી… તમારા સુધી આ સ્વાદિષ્ટ ખુશી પહોંચશે ‘હોલિગે હાઉસ’ તરફથી…

‘હોલિગે હાઉસ’ છે વિશેષતા ધરાવતી ક્વિક સર્વિસ રેસ્ટોરાં, જે મુંબઈની પડોશના નવી મુંબઈના પનવેલમાં આ વર્ષના ગુડી પડવાના દિવસથી પ્રારંભ પામનારી મુંબઈમાં આ પ્રકારની પહેલી જ રેસ્ટોરાં છે.

મોઢામાં પાણી લાવી દે એવી સ્વાદિષ્ટ અને ઘીથી તરબોળ પોચી પુરણપોળી, દાળપોળી, કોકોનટપોળી, પીનટપોળી, તલપોળી ‘હોલિગે હાઉસ’ની સ્પેશિયાલિટી છે.

‘હોલિગે હાઉસ’ની સ્થાપના-સંચાલન સંભાળી રહ્યાં છે શ્રીમતી કિન્નરી એચ. નેન્સી (લાલન). ‘ચિત્રલેખા’ સાથેની વાતચીતમાં કિન્નરીએ કહ્યું કે પુરણપોળીના શોખીનો ગુજરાતીઓ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોનાં લોકોમાં પણ છે, પણ ગુજરાતીઓનાં શોખ, ડીમાન્ડને જરૂર સ્ટ્રોંગ કહી શકાય. કર્ણાટકમાં પુરણપોળીને ‘હોળગે’ કહેવામાં આવે છે, તો ગુજરાતમાં ‘વેડમી’ કહે છે. ‘હોળગે’ પરથી અમે અમારી આઉટલેટનું નામ ‘હોલિગે હાઉસ’ રાખ્યું છે.

કિન્નરી એચ. નેન્સી અને એમના પતિએ આ પ્રકારની રેસ્ટોરાં શરૂ કરવાનો વિચાર કર્યો ને એને સરસ રીતે સાકાર પણ કર્યો!

એમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતીઓ તુવેરદાળના સ્વાદવાળી પુરણપોળી પસંદ કરે છે તો મહારાષ્ટ્ર, કર્ણાટકના લોકો ચણાદાળની પુરણપોળીના શોખીન હોય છે.

‘હોલિગે હાઉસ’માં હાલ 4 સ્વાદની પુરણપોળી સર્વ કરવામાં આવે છે, પણ એકાદ-બે મહિનામાં બીજી 3-4 સ્વાદની પુરણપોળીનો ઉમેરો કરવાના છીએ. કાઉન્ટર પર ઘી સાથે પુરણપોળી પીરસીએ છીએ અને આગામી દિવસોમાં અમે પુરણપોળી સાથે આમટી પણ પીરસવાના છીએ, એમ કિન્નરીએ કહ્યું.

આગામી દિવસોમાં ગ્રાહકોને વધારે સ્વાદિષ્ટ વાનગીઓ જમાડવાનો ‘હોલિગે હાઉસ’નો નિર્ધાર છે. હાલ પનવેલમાં આઉટલેટ છે અને ઓર્ડર આવે એ પ્રમાણે મુંબઈ અને થાણે સુધી પણ પાર્સલ મોકલવામાં આવે છે.

વધુ વિગતો માટે સંપર્કઃ 8104952409 પર કોલ કરો અથવા વોટ્સએપ મેસેજ કરો અથવા તો અહીં ઈમેઈલ પણ કરી શકો : holigehouse@gmail.com

ભોજન દ્વારા ખુશીનો પ્રસાર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે અને CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી)ના ભાગરૂપે ‘હોલિગે હાઉસ’ દ્વારા ‘સ્વીટ સ્માઈલ્સ’ નામે આ શુભારંભ થયો છે, જે અંતર્ગત NGOs મારફત સ્પોન્સર્ડ પુરણપોળીઓનું ઘરડાં ઘરો તથા અનાથાશ્રમોમાં વિતરણ કરવામાં આવે છે. આ પહેલથી ઘરડાં લોકો અને અનાથ બાળકોને પણ પુરણપોળી ખાવાનો મોકો મળે છે અને અમને તેમના તરફથી આશીર્વાદ મળે છે, એમ કિન્નરીએ કહ્યું.