સાબરકાંઠા: કોણ કાંઠે ચઢશે?

સાબરકાંઠા: ગુજરાત લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાંથી સૌથી ઐતિહાસિક બેઠક ગણવી હોય તો તે સાબરકાંઠા લોકસભાની બેઠક ગણી શકાય. રાજકીય રીતે પણ આ બેઠક ઐતિહાસિક છે. ભારત દેશ આઝાદ થતાં જ 1951માં સૌ પ્રથમ ચૂંટણી આ બેઠક પર યોજવામાં આવી હતી. આ બેઠક પર પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠકથી ભવ્ય વિજય મળ્યો હતો.

ઉમેદવાર

ભાજપ:  ભીખાજી ઠાકોર 

56 વર્ષના ભીખાજી ઠાકોર ધોરણ 10 પાસ છે. તેઓ અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2000, 2005 અને 2015માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આ દરમિયાન તેઓ એક વાર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પદ પર રહ્યા હતા.

કોંગ્રેસ: તુષાર ચૌધરી 

59 વર્ષીય ડૉ. તુષારભાઈ ચૌધરીએ એમ.બી.બી.એસ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા અમરસિંહ ચૌધરીના પુત્ર છે. 2002 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત સીટ વ્યારાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2004 લોકસભા ચૂંટણીમાં તત્કાલીન માંડવી અને હાલની બારડોલી સીટ પરથી સાંસદ બન્યા હતા. 2009 લોકસભા ચૂંટણીમાં તેઓ ફરીથી બારડોલી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા હતા. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં સળંગ બે વાર તેમણે બારડોલી સીટ પરથી પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

PROFILE

  • સાબરકાંઠા લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. હિંમતનગર, ખેડબ્રહ્મા, બાયડ, ઈડર, ભિલોડા, મોડાસા અને પ્રાંતિજ
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના દીપસિંહ રાઠોડ આ બેઠક પરથી 2,68,986ની લીડથી વિજેતા બન્યા હતા.

 

મતદારોની સંખ્યા

કુલ મતદારો    19,66,616

પુરુષ મતદાર   10,01,631

સ્ત્રી મતદાર     9,64,917

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા વોટ લીડ
હિંમતનગર ભાજપ વી. ડી. ઝાલા 98,792 8,860
ઇડર ભાજપ રમણલાલ વોર 1,13,921 39,440
ખેડબ્રહ્મા (ST) કોંગ્રેસ તુષાર ચૌધરી 67,349 1,664
ભિલોડા ભાજપ પૂનમચંદ બરાંડા 90,396 28,768
મોડાસા ભાજપ ભીખુભાઈ પરમાર 98,475 34,788
બાયડ અપક્ષ ધવલસિંહ ઝાલા 67,078 5,818
પ્રાંતિજ ભાજપ ગજેન્દ્રસિંહ પરમાર 1,05,324 64,622

  • સાબરકાંઠા બેઠકની વિશેષતા
  • સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનો દબદબો 1951થી લઇને 1973 સુધી રહ્યો. જો કે 1977માં પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી એચ.એમ.પટેલ વિજેતા બન્યા અને તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બન્યા હતા.
  • 1996થી અહીં કોગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્નિ નીશા ચૌધરી વિજેતા બન્યા હતા.
  • 2009માં આ બેઠક પર ભાજપના ડો.મહેન્દ્રસિંહ ચૌહાણએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રીને કારમી હાર આપી હતી.