મહારાષ્ટ્ર: મુંબઈ સ્થિત આઝાદ મેદાન ખાતે ગુરૂવારે મહારાષ્ટ્રના 27મા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ લીધા. દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. દેવેન્દ્ર ફડણવીસને રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને શપથ લેવડાવ્યા હતા. તેમણે મરાઠીમાં શપથ લીધા હતા.ફડણવીસ બાદ પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ લેતાં પહેલાં તેમણે બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનું નામ લીધું અને પીએમ મોદી-અમિત શાહનો આભાર માન્યો હતો. શિંદે મહારાષ્ટ્રના બીજા એવા નેતા છે, જે સીએમ પછી ડેપ્યુટી સીએમ બન્યા છે. શિંદેની સરકારમાં ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા છે.એકનાથ શિંદે પછી NCP નેતા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ છઠ્ઠી વખત ડેપ્યુટી સીએમ બન્યા છે. અજિત પવાર મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની સરકારમાં ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે.ફડણવીસના શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓ, NDA શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ, સલમાન ખાન-શાહરૂખ ખાન સહિતના બોલિવૂડ કલાકારો, મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યાં હતા.