તુવેર દાળ બાફતી વખતે એમાં થોડાં શિંગદાણા અને સુરણના થોડાં કટકા ઉમેરો અને જો સ્વાદ પસંદ હોય તો 1-2 સરગવાની શિંગ છોલીને કટકા કરીને ઉમેરશો તો દાળના સબડકા કંઈક જુદા જ લાગશે.
શાકભાજીનો રંગ રાંધ્યા પછી પણ લીલો કેવી રીતે જાળવશો?
ઉપરની પ્રક્રિયા કરવાનો સમય ના હોય તો શાક સુધારીને તુરંત વઘાર કરતી વખતે તેલમાં થોડીક હળદર ઉમેરો. અથવા શાકનો વઘાર કર્યા પછી એમાં સાકરના થોડાંક દાણાં ઉમેરો. અને ઢાંકણ ઢાંક્યા વગર શાક રાંધો.
છોલે બાફતી વખતે થોડીક (1 ચમચા જેટલી) ચાની ભૂકી બારીક મલમલના કાપડમાં બાંધીને એની પોટલી છોલેની સાથે પાણીમાં મૂકવી. છોલેનો રંગ અને સ્વાદ વધી જશે. છોલે (કાબૂલી ચણાં) બાફતાં પહેલાં 8-10 કલાક પાણીમાં પલાળેલા હોવા જોઈએ. ચણા બફાઈ ગયા બાદ કાંદા અને કોપરાંની ગ્રેવી કરો એમાં થોડો ફુદીનો પણ ઉમેરો. છોલે વધુ સ્વાદિષ્ટ થશે.
પિઝ્ઝા બનાવવામાં મેંદાના તૈયાર રોટલાને બદલે તમે ઘઉંની બ્રેડનો ઉપયોગ કરી શકો છો.
પિઝ્ઝાને વધુ હેલ્ધી બનાવવા માટે તમે ટોપિંગ્સમાં તાજી મકાઈના દાણા બાફીને તેમજ પનીર તથા ઓલિવ નાખી શકો છો (સ્વાદ પસંદ હોય તો પાલખ સુધારીને સાંતડીને ઉમેરી શકો છો.)
પિઝ્ઝા ધીમી આંચે શેકવા તેમજ પૅન અથવા તવાનું બોટમ જાડું ને મજબૂત હોવું જરૂરી છે.