ખજૂર-ટમેટાંની ચટણી

સામગ્રીઃ 100 ગ્રામ ખજૂર, 2-3 ટમેટાં, ½ ટી.સ્પૂન વરિયાળી, ½ ટી.સ્પૂન જીરૂં, ½ ટી.સ્પૂન રાઈ, 2 નંગ લવિંગ, 2 લાલ સૂકા મરચાં, ½ ટી.સ્પૂન મરચાં પાવડર, ચપટી હિંગ, 1 કપ ગોળ, 2 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર, મીઠું સ્વાદાનુસાર, 3 ટી.સ્પૂન  તેલ

રીતઃ એક કઢાઈમાં 1 ટી.સ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઈ, વરિયાળી, જીરૂં, સૂકા મરચાં તેમજ લવિંગ સાંતળી લો. આ મિશ્રણ ઠંડું કરીને મિક્સીમાં પીસી લો અને એકબાજુ મૂકી રાખો.. એ જ કઢાઈમાં તેલ ગરમ કરી હિંગ નાખી ખજૂર તેમજ ટમેટાંને ઝીણાં સુધારીને ઉમેરી દો. થોડીવાર સાંતળીને એમાં મરચાં પાવડર, મીઠું તેમજ સમારેલો ગોળ નાખી હલાવો (ગોળ તમે સ્વાદ મુજબ લઈ શકો છો). 2-3 મિનિટ બાદ 2 કપ પાણી નાખીને ખજૂર તેમજ ટમેટાં ધીમી આંચે ચડવા દો. પાણી સૂકાય એટલે મેશ કરી લો. અને ગ્રાઈન્ડ કરેલો મસાલો તેમજ ઝીણી સમારેલી કોથમીર ઉમેરી 1-2 મિનિટ બાદ ગેસ પરથી ઉતારી લો.

Tomato Dates Chutney

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]