વાસ્તુ: અગ્નિ દિશામાં પાણી હોય તો શું થાય?

કાગઝ કે ફૂલ ફિલ્મનું ગીત “બિછડે સભી બારી બારી” સાચે જ હૃદયસ્પર્શી છે. ૧૯૫૧માં બનેલી ફિલ્મનો મર્મ આજે પણ એવો જ છે. પરિવારજનો કે સ્વજનો અંતે તો પોતાના વિશે જ વિચારે છે. એક સાચો પ્રેમ છે જેનાથી વ્યક્તિ બચવા પ્રયાસ કરે છે કારણકે એને ક્યાંક કોઈની ચિંતા છે. નિયમો એવા પણ ન હોવા જોઈએ જે જીવનને બરબાદ કરી નાખે. વળી વ્યક્તિ પોતાને જયારે વસ્તુની જેમ વપરાવાની ના પાડે ત્યારે સામેવાળાને તકલીફ થાય જ. ગમતું કરવા માટે શું ગમે છે એ સમજવું જરૂરી છે. જો એ સમજાઈ જાય તો ગમતાનો ગુલાલ થઇ શકે. બાકી જીવન પ્રવાહિત છે. માણસો તો બદલાતા જ રહેવાના છે. પાણીને વહેણ ગમે. સમુદ્રમાં ગયા પછી પણ પાણી સ્થિર નથી રહેતું. એ પ્રવાહ જ પાણીનું આકર્ષણ છે. જીવન પણ એવું જ હોવું જોઈએ. આકર્ષક અને પ્રવાહિત.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારી ઉંમર મધ્યાહ્ન વટાવી ચુકી છે. પણ સાઠે બુદ્ધિ નથી નાઠી એટલું સારું છે. કદાચ આકર્ષણ હજુ પણ મારામાં ભારોભાર છે. બાળપણથી આત્યાર સુધીમાં સો થી વધારે લોકોએ મને પ્રપોઝ કર્યું છે. પહેલી વખત મારી ઉંમર ચાર વરસની હતી અને મારા સગા કાકીએ જ મારી સાથે સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. મને કશુક અજુગતું લાગતા મેં બુમો પાડી અને એ ભાગી ગયા. મારી સાથે શું થયું એ કહેવા માટે હું અક્ષમ હતો એટલે બધાએ માની લીધું કે કદાચ મને માર્યું હશે.

લગભગ છ મહિના પછી એક યુવતીએ પ્રયાસ કર્યો. એ મારી પડોશણ હતી. સ્કુલમાં સિનિયર્સ, શિક્ષકો, પડોસીઓ, સંબંધીઓ આમ લીસ્ટ મોટું થતું ગયું અને અંતે બાર વરસની ઉમરમાં મારો પહેલો સંબંધ બંધાયો. બંને જાતિના લોકો મારાથી આકર્ષિત થતા. પણ મને નારી જાતી વધારે ગમતી. કોલેજમાં આવતા સુધીમાં પચાસેક લોકો સાથે સંબંધ બંધાઈ ગયા. પણ એ માત્ર આકર્ષણ રહેતું. કોઈ મારું ક્યારેય થયું જ નહિ.

આ ઉંમરે મારાથી ચાલીસ વરસ નાની વ્યક્તિને પણ મારામાં રસ જાગે છે. હવે જીવન સમજાઈ ગયું છે. એટલે અંતર રાખવાનું શરુ કર્યું. જીવનમાં કશુક નવું કરવા એક વિષય પર અભ્યાસ શરુ કર્યો. મારા શિક્ષક જે મારાથી વીસ વરસ નાના છે એ અડપલા કરે છે. આચાર્યને ફરિયાદ કરી તો એ પણ વિચિત્ર વાતો કરે છે. એમને પણ મારામાં રસ છે. એ ગમેત્યારે કમર પર હાથ ફેરવી લે છે. આ મારી સાથે શું ચાલી રહ્યું છે? જોકે મેં અભ્યાસ છોડી દીધો છે. પણ આવું ક્યાં સુધી ચાલશે? વળી હું જેમને રીજેક્ટ કરું છુ એ મારા વિષે ગમે તેવી અફવા ફેલાવે છે. મેં લગ્ન નથી કર્યા. એનું કારણ આવા લોકો જ છે. માણસો સ્વાર્થ વગરના ન હોઈ શકે? શું સંબંધ એટલે શારીરિક જ હોય?

 

જવાબ: માણસ જ્યારથી ભૌતિકતા તરફ ભાગવા લાગ્યો છે ત્યારથી એને માત્ર શરીર જ ગમે છે. મન, હૃદય અને આત્મા સુધી પહોંચવાની એની શક્તિ પૂરી થઇ રહી છે. કેટલીક વ્યક્તિઓ આકર્ષક હોય છે. એમાં એનો કોઈ વાંક નથી હોતો. પણ ભૂખ્યા લોકો રહેવાના જ. કબુતર, કુતરા વિગેરેની નજીક રહીને માણસ અતીકામી થઇ રહ્યો છે. કામ એ જીવનની જરૂરિયાત છે. પણ યોગ્ય વ્યક્તિ સાથે સ્વેચ્છાએ થયેલી ક્રિયા ઉર્જા આપે છે. તમે અનુભવ આધારિત વિચારો ઉભા કર્યા છે. તમારી સાથે જે થયું એમાંથી ઘણું ખોટું હશે. પણ કામ એ માત્ર વાસના નથી એ સમજવું જરૂરી છે. આપને ચોક્કસ યોગ્ય ચાહક મળી રહેશે. આપના અગ્નિમાં ચંદનના બે વૃક્ષ વાવી દ્યો. જરૂરથી લાભ થશે.

સવાલ: અગ્નિ દિશામાં પાણી હોય તો શું થાય?

જવાલ: અગ્નિ અને પાણી બંને તત્વ છે. પાણીમાં એટલી તાકાત છે કે એ અગ્નિને પણ આકર્ષે છે. જો અમુક પ્રમાણમાં પાણી હોય તો એ ઘરની મુખ્ય બે જાતી વચ્ચે અંતર ઉભું કરી શકે છે.

સુચન: અગ્નિ દિશામાં ફૂલ દાડમ વાવવાથી લાભ થાય છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)