ભગવાન જગન્નાથ મંદિરમાં બિરાજમાન થતાં જ મેળા જેવો માહોલ

અમદાવાદ: અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરમાંથી પરંપરાગત રથયાત્રા નીકળે એ પહેલાંની વિધિઓ, પરંપરા, ઉત્સવોની શરૂઆત થઇ ગઇ છે.આ વર્ષે 149મી રથયાત્રા 16મી જુલાઇને ગુરુવારે જગન્નાથ મંદિરના પ્રાંગણમાંથી નીકળી પરંપરાગત માર્ગે જાય એ પહેલાં મંદિર પરિસર અને રૂટ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ભગવાન જગન્નાથ વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરમાં બિરાજમાન થતાં જ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા.ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળદેવજીના દર્શન માટે ઉમટી પડેલી ભક્તોની જનમેદનીની વ્યવસ્થા જળવાઇ રહે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.મંદિર પરિસર અને બહાર બેરિકેડ સાથે હોમગાર્ડ્સ, પોલિસ તેમજ અર્ધલશ્કરીદળોના જવાનોને આધુનિક સાધનો સાથે સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવી દેવામાં આવ્યા છે.ભગવાન જગન્નાથ મંદિરમાં બિરાજમાન થતાં જ મંદિર પરિસર અને બહાર મેળા જેવો માહોલ જામ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)