ફિફા વર્લ્ડ કપઃ ગ્રુપ-Bમાં પોર્ટુગલ-સ્પેન મેચ 3-3થી ડ્રોમાં ગઈ; રોનાલ્ડોની હેટ-ટ્રિક

સોચી – આ શહેરમાં ફૂટબોલ વર્લ્ડ કપ-2018 સ્પર્ધામાં ગ્રુપ-Bમાં આજે બે બળવાન ટીમ વચ્ચે મુકાબલો થયો હતો અને ધારણા મુજબ મેચ ભારે રોમાંચક બની રહી હતી. મેચમાં બંને ટીમે જોરદાર દેખાવ કર્યો હતો અને કોઈ જીત્યું નહીં, કોઈ હાર્યું નહીં, મેચ 3-3 ગોલથી ડ્રોમાં પરિણમી હતી.

પોર્ટુગલના ત્રણેય ગોલ એના કેપ્ટન અને સ્ટ્રાઈકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ કર્યા હતા. આ ગોલ એણે ચોથી, 44મી અને 88મી મિનિટે કર્યા હતા.

સ્પેન વતી ડિયેગો કોસ્ટાએ 24 અને 55મી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે ત્રીજો ગોલ ડીફેન્ડર નાચોએ કર્યો હતો.

હાફ ટાઈમે પોર્ટુગલ ટીમ 2-1થી સરસાઈમાં હતી.

Portugal vs Spain FIFA World Cup 2018
પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ કર્યો પહેલો ગોલ

પોર્ટુગલે ચોથી મિનિટે ગોલ કરી સ્પેન પર 1-0 સરસાઈ મેળવી હતી. સ્પેનના ડીફેન્ડર નાચોએ ત્રીજી મિનિટે પેનલ્ટી બોક્સમાં ફાઉલ કરતાં પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ પેનલ્ટીનો લાભ લઈ ચોથી મિનિટે ગોલ કરી દીધો હતો.

સ્પેનના ડિએગો કોસ્ટાએ 24મી મિનિટે ગોલ કરી સ્કોર 1-1થી બરાબર કર્યો હતો.

ત્યારબાદ પહેલો હાફ પૂરો થવાને એક જ મિનિટની વાર હતી ત્યારે 44મી મિનિટે રોનાલ્ડો ફરી ત્રાટક્યો હતો અને ગોલ કર્યો હતો. એ સાથે પોર્ટુગલ 2-1થી આગળ થયું હતું.

Portugal vs Spain FIFA World Cup 2018
સ્પેનનો ગોલ કર્યો ડિયેગો કોસ્ટાએ

રોનાલ્ડોએ વર્લ્ડ કપમાં પોર્ટુગલની આ સાતમી પેનલ્ટીને ગોલમાં કન્વર્ટ કરી છે. મોટી સ્પર્ધાઓમાં પોર્ટુગલે ક્યારેય પેનલ્ટીને ગોલમાં ફેરવવાની તક ક્યારેય ગુમાવી નથી.

રોનાલ્ડોએ ચોથી મિનિટે પેનલ્ટીમાંથી કરેલો ગોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં ત્રીજા નંબરનો આ રીતે કરાયેલો સૌથી વહેલો ગોલ છે. 1974ની વર્લ્ડ કપ ફાઈનલમાં જોહાન નીસ્કેન્સે બીજી મિનિટે અને 2014ની સ્પર્ધામાં રોબીન વાન પર્સીએ ત્રીજી મિનિટે ગોલ કર્યો હતો.

પોર્ટુગલનો નંબર-7 ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ આ પહેલાંની 13 વર્લ્ડ કપ મેચોમાં 3 ગોલ કર્યા હતા, પણ આજે એક જ મેચમાં એણે 3 ગોલ કરીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતી લીધો.

Portugal vs Spain FIFA World Cup 2018

Portugal vs Spain FIFA World Cup 2018

Portugal vs Spain FIFA World Cup 2018

Portugal vs Spain FIFA World Cup 2018

Portugal vs Spain FIFA World Cup 2018

Portugal vs Spain FIFA World Cup 2018 Portugal vs Spain FIFA World Cup 2018 Portugal vs Spain FIFA World Cup 2018