મોદી સરકારે સંસદમાં રાફેલ મામલે કેગનો રિપોર્ટ રજૂ કર્યો, ડીલ યૂપીએથી સસ્તી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા ફરીથી એકવાર રાફેલ પર રાજનૈતિક માહોલ ગરમાયો છે. આજે સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ છે ત્યારે વિપક્ષના ઉઠી રહેલા સવાલો વચ્ચે મોદી સરકારે આજે રાજ્યસભામાં રાફેલ વિમાન સોદા પર કેગનો રિપોર્ટ રજૂ કર્યો. કેન્દ્રીય પ્રધાન પી. રાધાકૃષ્ણને આ ડીલને રજૂ કરી. રાજ્યસભામાં રજૂ થયેલા આ કેગના રિપોર્ટ અનુસાર મોદી સરકારે જે રાફેલ વિમાનની ડીલ કરી છે તે સસ્તી છે. રિપોર્ટ અનુસાર રાફેલ ડીલ 2.86 ટકા સસ્તી છે.

જો કે બિલકુલ તૈયાર અવસ્થામાં રાફેલની કીંમત યુપીએસ સરકાર જેટલી છે. જો કે રિપોર્ટમાં વિમાનના ભાવ નથી બતાવવામાં આવ્યા. કેગનો રિપોર્ટ મોદી સરકારના તે દાવાને ફગાવે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારે રાફેલ વિમાન 9 ટકા જેટલા સસ્તા ખરીદ્યા છે.

આ સિવાય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એનડીએસ સરકારની ડીલ અનુસાર રાફેલ વીમાનની ડિલીવરી નક્કી સમયથી ખૂબ પહેલા થઈ રહી હતી. એકબાજુ પાછલી ડીલમાં જ્યાં 72 મહીનાનો સમય લાગી રહ્યો હતો પરંતુ હવે માત્ર 71 મહીનાનો સમય જ લાગશે.

આમાંથી પણ 18 વિમાન 5 મહીના પહેલા જ ભારતમાં પહોંચી જશે. રિપોર્ટ અનુસાર સીસીએસની સામે સપ્ટેમ્બર 2016માં સોવરન ગેરન્ટી અને લેટર ઓફ કમ્ફર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નક્કી થયું હતું કે લેટર ઓફ કમ્ફર્ટને ફ્રાંસના વડાપ્રધાન સમક્ષ રાખવામાં આવશે.