TDPએ NDAને આપેલું સમર્થન પાછું ખેચ્યું, સંસદમાં લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ

0
2492

નવી દિલ્હી- કેન્દ્રમાં મોદી સરકારને લગભગ 4 ચાર વર્ષ પુરા થવા આવ્યા છે. હવે લોકસભાની આગામી ચૂંટણી માટે પણ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે વિરોધ પક્ષો ઉપરાંત સાથી પક્ષો પણ મોદી સરકાર માટે મુસીબતનું કારણ બની રહ્યાં છે.મળતી માહિતી મુજબ શુક્રવારે સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવી શકે છે. લાંબા સમયથી કેન્દ્ર સરકારમાં ઘટક પક્ષની ભૂમિકા નિભાવી રહેલી ચંદ્રાબાબૂ નાયડૂની તેલૂગુ દેશન પાર્ટીએ (TDP) કેન્દ્ર સરકારમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યની માગ સાથે કેન્દ્રથી નારાજ TDPએ ગતરોજ આ મોટો નિર્ણય કર્યો છે.

આપને જણાવી દઈએ કે, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યની માગને લઈને TDPના પ્રધાનોએ મોદી સરકારમાંથી પહેલાં જ તેમના રાજીનામા આપી દીધાં છે. તો બીજી તરફ BJPના પ્રધાનોએ પણ આંધ્રપ્રદેશ રાજ્ય સરકારમાંથી રાજીનામા આપ્યાં હતાં.