મોડેલિંગ હવે બહુ સિરિયસ વ્યવસાય બની ગયો છેઃ બિપાશા

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી બિપાશા બસુનું કહેવું છે કે પહેલાનાં વર્ષોની સરખામણીમાં હવે મોડેલિંગ બહુ સિરિયસ અને ચેલેન્જિંગ વ્યવસાય બની ગયો છે.

બિપાશાએ બોલીવૂડમાં અભિનેત્રી તરીકે એન્ટ્રી કરતાં પહેલાં મોડેલ તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો.

બિપાશાનું કહેવું છે કે મોડેલિંગનું ક્ષેત્ર પર્સનાલિટી પર નિર્ભર હોય છે એટલે તે સતત ચેલેન્જિંગ રહે છે. જે લોકો આ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે એમણે પોતાના આરોગ્યની ખૂબ જ સંભાળ રાખવી પડે. એમણે યોગ્ય આહાર લેવો જોઈએ અને સતત ફિટ રહેવું પડે.

નવી દિલ્હીમાં જન્મેલી અને કરણ સિંહ ગ્રોવરને પરણેલી બિપાશાએ 1996માં ગોદરેજ સિન્થોલ સુપરમોડેલ કોન્ટેસ્ટ જીતી હતી. ત્યારબાદ ફેશન મોડેલની કારકિર્દીમાં પણ સફળતા મેળવ્યા બાદ એને બોલીવૂડમાંથી ઓફર આવવી શરૂ થઈ હતી. એની પહેલી હિન્દી ફિલ્મ હતી ‘અજનબી’ (2001), જેમાં એણે નકારાત્મક ભૂમિકા કરી હતી. ત્યારબાદ એ રાઝ, જિસ્મ, કોર્પોરેટ, નો એન્ટ્રી, ફિર હેરા ફેરી, ધૂમ 2, રેસ, બચના ઐ હસીનો, આત્મા, અલોન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]