ગૂગલ જોબ સર્ચ ભારતમાં લોન્ચ, આ ટુલની મદદથી નોકરી શોધી શકાશે

0
1699

નવી દિલ્હી– ગૂગલે ભારતના ગ્રાહકો માટે જોબ સર્ચ કરવાનું સરળ બનાવ્યું છે. ગૂગલે આજે નવું જોબ સર્ચ ઈન્ટરફેસ લોન્ચ કર્યું છે. તેના માટે કંપનીએ જોબ એજન્સીઓની સાથે પાર્ટનરશિપ કરી છે. તે દ્વારા નોકરી શોધનારા અલગઅલગ પોર્ટ પર જોબ માટે અરજી કરવામાં મદદ મળશે. જોબ શોધવી હવે સરળ બનશે અને પોપ્યુલર જોબ વેબસાઈટ્સ અને કંપનીઓ પર લિસ્ટ કરાયેલી નોકરીઓની જાણકારી મળશે.દિલ્હીમાં થયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૂગલ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ રાજન આનંદને કહ્યું હતું કે અમને જાણકારી છે કે લોકો નોકરી શોધવા માટે સર્ચ પર આવે છે. વીતેલા વર્ષના ચોથા કવાર્ટરમાં અમને ગૂગલ પર નોકરી સર્ચ ક્વેરીમાં 45 ટકાનો વધારો જોવા મળ્યો છે અને આ આંકડાની સંખ્યા સતત વધી રહી છે. જો કે હાલ જોબ સર્ચ એટલી અસરકારક નથી થતી. બીજી તરફ કંપનીઓ પણ નાના એન્ટરપ્રાઈઝ જે સૌથી વધુ નોકરીઓ આપે છે. તેઓ જોબની જાહેરાતોને અસરકારક રીતે રજૂ કરી શકતા નથી. આ નવા સર્ચનો અનુભવ તેમને મદદ કરશે.ગૂગલ સર્ચ એન્જિનિયરીંગની ટીમના અર્ચિત શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે ફ્રેશર હોય કે અનુભવી તમામ માટે નોકરી શોધવી તે ચેલેન્જિંગ હોય છે. ગૂગલની નવી સર્વિસમાં થર્ડ પાર્ટી જોબ સર્ચ પોર્ટલને સામેલ કરાયું છે, તેના દ્વારા કંપનીઓ દ્વારા જોબ પોસ્ટ કરવી આસાન હશે.