ટેક ઓફ થયાની 13 મિનિટમાં જ દરિયામાં ક્રેશ થયું પ્લેન

જકાર્તા- ઈન્ડોનેશિયાના જકાર્તાથી પાંકલ પિનાંગ શહેર જઈ રહેલું સ્થાનિક વિમાન સોમવારે સવારે ટેક ઓફ કર્યાના 13 મિનિટમાં જ દરિયામાં ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 188 લોકો હતાં. ઈન્ડોનેશિયા સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સીના પ્રવક્તાએ વિમાન ક્રેશ થયાની માહિતી આપી છે. જોકે પ્લેન ક્રેશ થવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.સોમવારે સવારે ઉડાન ભર્યાના 13 મિનિટ પછી જ પ્લેનનો સંપર્ક ટૂટી ગયો હતો. ત્યારપછી વિમાનને શોધવા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.

આ વિમાન JT-610 પ્રકારનું હતું. જેણે સવારે 6:20 કલાકે ઉડાન ભરી હતી. અને 7:20 કલાકે લેન્ડ થવાનું હતું. જોકે પ્લેન 6:33 મિનિટે ક્રેશ થયું હતું. આ પ્લેન બે મહિના પહેલાં જ લાયન એર્સને આપવામાં આવ્યું હતું. જે સમયે વિમાનનો સંપર્ક તૂટ્યો તે સમયે અચાનક પ્લેનની ઉંચાઈમાં 2 હજાર ફૂટનો ઘટાડો થયો હતો.

વિમાન લાપતા થયા બાદ તેને શોધવા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. સમુદ્રના કેટલાક ભાગમાં વિમાનની ખુરશીઓ અને અન્ય ભાગ મળવાનો શરુ થઈ ગયા છે.