અવિરત શુભેચ્છાઓનો પ્રવાહ ઝીલતાં સીએમ વિજય રુપાણી

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીનો આજે જન્મ દિવસ હોવાથી દેશ અને રાજ્યભરમાંથી તેમને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તો સાથે જ મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ, ઝારખંડના સીએમ રઘુબર દાસ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, છત્તિસગઢના સીએમ ડો. રમણ સિંહ અને હરિણાણાના સીએમ મનોહર લાલજી સહિત કેન્દ્રીય પ્રધાનોએ મુખ્યપ્રધાન રૂપાણીને શુભેચ્છાઓ પાઠવી હતી.
તો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના જન્મ દિવસે પોતાની દિનચર્યાનો પ્રારંભ ગુજરાતના નાગરિકોની રક્ષા અને સુરક્ષાની સર્વગ્રાહી સમીક્ષા બેઠકથી કર્યો હતો. મુખ્યપ્રધાન સવારે 10:30 વાગ્યે સચિવાલય પહોંચી ગયા અને રાજ્ય ના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જિલ્લા પોલીસ વડાઓ, રેંજ વડાઓ સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે બેઠકનો તેમણે પ્રારંભ કરાવ્યો. મુખ્ય સચિવ ડો.જે એન સિંહ ડી.જી.પી શિવાનંદ ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા.

તો મુખ્યપ્રધાન રૂપાણીને આ બેઠક માં નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલે બર્થ ડે શુભેચ્છા કાર્ડ આપીને તેમજ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ પરિવાર વતી મુખ્યપ્રધાનને જન્મ દિન શુભકામનાઓ પાઠવતા શાલ અને શ્રીફળ આપી કરી સુશાસનના માર્ગદર્શકને દીર્ઘાયુની કામનાઓ આપી હતી.