ફી કમિટી 28 માર્ચે પ્રોવિઝનલ ફી જાહેર કરશે, 2 મેએ અંતિમ ફી નક્કી કરશે

0
1428

અમદાવાદ– ગુજરાતમાં ફીના મુદ્દા પર વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ભારે ઘર્ષણ થયા પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે ફીને લઈને કેટલીક સ્પષ્ટતા કરી છે. જે મુજબ સરકાર દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ કટ ઓફ ફી જાહેર કરશે, ત્યાર બાદ ફી કમિટી 28 માર્ચે પ્રોવિઝનલ ફી જાહેર કરશે.ગુજરાત સરકાર 28 ફેબ્રુઆરીના રોજ કટ ઓફ ફી જાહેર કરશે, ત્યાર બાદ જે સ્કુલો કટ ઓફ ફી કરતાં વધુ ફી લેવા માંગતી હોય તેમણે 14 માર્ચ સુધીમાં ઝોનલ સમિતી સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે. આ દરખાસ્ત મળ્યા પછી ઝોનલ સમિતી દ્વારા જે તે સ્કુલની પ્રોવિઝનલ ફી નક્કી કરાશે. આ પ્રોવિઝનલ ફી 28 માર્ચે જાહેર કરાશે.

ફી માટેનો આ કાયદો 2017-18ના શૈક્ષણિક વર્ષથી જ અમલી બનશે અને રાજ્યમાં આવેલી તમામ બોર્ડની સ્કુલોને તે લાગુ પડશે, તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. જો સ્કુલોને પ્રોવિઝનલ ફી સામે વાંધો હોય તો તેઓ 4 એપ્રિલ સુધી રજૂઆત કરી શકશે. ત્યાર બાદ 2 મેના રોજ ઝોનલ સમિતી દ્વારા સ્કુલોની અંતિમ ફી નક્કી કરાશે.