પદ્માવત ગુજરાતના 4 જિલ્લામાં રીલીઝ નહીં થાયઃ મલ્ટિપ્લેક્સ એસો.નો નિર્ણય

અમદાવાદ– પદ્માવત ફિલ્મનો વિવાદ હજી શમવાનું નામ લેતો નથી. સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મની રીલીઝ પરના પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવ્યો છે, તેમ છતાં રાજપૂતો, કરણી સેના અને હિન્દુઓના વિરોધને કારણે ગુજરાતના 4 જિલ્લામાં પદ્માવત ફિલ્મની રીલીઝ નહી થાય. અમદાવાદ, મહેસાણા, વડોદરા અને ભાવનગરમાં ફિલ્મ રીલીઝ નહી કરવાનો નિર્ણય લેવાયો છે.PADMAVATIગુજરાત મલ્ટીપ્લેક્સના ડાયરેક્ટર રાકેશ પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રીલીઝ નહી થાય. અમદાવાદ મલ્ટિપ્લેક્સના પ્રમુખે પણ કહ્યું છે કે અમદાવાદના 26 મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રિલીઝ નહી થાય. અગાઉ ગુજરાત મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશને જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર પુરતી સુરક્ષા પુરી પાડશે તો જ ફિલ્મ રીલીઝ કરાશે. ચૂંટણી પહેલા રાજ્ય સરકારે પદ્માવત ફિલ્મ રીલીઝ નહી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી, પણ હવે સરકાર રચાઈ ગઈ છે, અને સુપ્રીમ કોર્ટે રીલીઝ નહી અટકાવવા કહ્યું છે, ત્યારે ગુજરાત સરકાર હવે અવઢવમાં મુકાઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય પછી ફિલ્મ રીલીઝ થવાનો માર્ગ મોકળો થયો હતો. પણ કરણી સેના અને હિન્દુઓનો વિરોધ યથાવત રહ્યો છે. જેથી મલ્ટિપ્લેક્સના માલિકો કોઈ જોખમ લેવા તૈયાર નથી.