રાષ્ટ્રપતિ કોવિંદ 21-22 બે દિવસ ગુજરાતમાં, દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ

અમદાવાદ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. રવિવારે બપોરે 12 વાગ્યે અમદાવાદ પહોંચશે. રાષ્ટ્રપતિ કોવિંદ ત્યારબાદ બપોરે 4 કલાકે ગુજરાત યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં ગોલ્ડમેડલ મેળવનાર 135 વિદ્યાર્થીને મેડલ એનાયત કરશે. લૉ ફેક્લ્ટીની એક વિદ્યાર્થિનીને સૌથી વધુ 10 મેડલ એનાયત કરવામાં આવનાર છે.ramnath kovindરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે 22 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે વડોદરામાં મહારાજા સયાજીરાવ  યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ દીક્ષાંત પ્રવચન આપવાના છે.

રાષ્ટ્રપતિ કોવિંદ સોમવારે બપોરે 3. 45 વાગ્યે રાજકોટના ગોંડલમાં સ્વામીનારાયણ મંદિર સંકુલમાં અક્ષર દેરી સાર્ધ શતાબ્દિ સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ સોમવારે સાંજે હવાઈ માર્ગે દિલ્હી પરત જશે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આ તમામ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ સાથે ઉપસ્થિત રહેવાના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]