અમદાવાદની બે કિશોરી જીતી ગોલ્ડ-સિલ્વર મેડલ, એશિયા રોલર સ્કેટિંગમાં ઝળકી

0
1785

અમદાવાદ-રમતગમતક્ષેત્રમાં સરિતા ગાયકવાડની સિદ્ધિની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં વધુ એક સારા સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદ,ગુજરાત અને દેશનું ગૌરવ વધારનાર આ સિદ્ધિ મળી છે રોલર સ્કેટિંગમાં. જેમાં સાઉથ કોરિયામાં રમાયેલી એશિયા રોલર સ્કેટીંગ ચેમ્પિયનશિપમાં મશરી પરીખ ગોલ્ડ અને ભાવિતા મધુ સિલ્વર મેડલ જીતી ગઈ છે.ભાવિતા ડીપીએસ ઈસ્ટની ધોરણ 12માં ભણે છે. તેણે નામવાન-સાઉથ કોરીયા ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત એશિયન રોલર સ્કેટીંગ ચેમ્પિયનશિપ 2018ની જૂનિયર કેટેગરીમાં ( 13થી 19 વર્ષ)  વિજેતા બનીને રજત ચંદ્રક હાંસલ કર્યો છે.

ભાવિતા ગુજરાતની 6 સભ્યોની બનેલી મજબૂત ટીમની સભ્ય હતી.  આ ટીમની મશરી પરીખે 7.5ના સરેરાશ સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક તથા 7.2ના સ્કોર સાથે ભાવિતાએ રજત ચંદ્રક હાંસલ કર્યઓ છે. ભાવિતાએ સ્ટેટ અને નેશનલ ચેમ્પિયનશિપમાંથી પસાર થઈને સિલેકશન કેમ્પમાં ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતનુ પ્રતિનિત્વ કરવા પસંદ થઈને  નેશનલ ટીમનો હિસ્સો બની હતી. ભાવિકાને કોચ જ્યુતિકા દેસાઈએ(ઈન્ડીયા કોચ) તાલીમ આપી હતી અને ઈટાલીના રાફેલો મેલોસ્સી તેના ઈન્ટરનેશનલ કોચ હતા. ભાવિતાએ હાંસલ કરેલી સિદ્ધિ બદલ તેને અભિનંદન પાઠવતાં કેલોરક્સ ગ્રુપના એમડી અને સીઈઓ ડો. મંજૂલા  પૂજા શ્રોફે જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રિય સ્તરે ભાવિતાને મળેલી સફળતા એ યુવાનો માટે તો પ્રેરણાદાયક  છે જ પણ સાથે સાથે દેશ માટે પણ પ્રેરણાદાયક  છે.  હું  દેશને રજતચંદ્રક અપાવવા બદલ તેને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.  તેનાં રમતગમતના દરેક સાહસોમાં તેને પ્રોત્સાહિત કરવું ચાલુ રાખીશું. “