આપ પીએફના નાણાં ઑનલાઈન ઉપાડી શકો છો… તેના માટે શું કરશો?

0
804

નવી દિલ્હી– આપ આપના પ્રોવિડન્ડ ફંડના પૈસા ઓનલાઈન ઉપાડી શકો છો. જેના માટે આપે તમારી કંપનીના આંટા મારવા નહી પડે.

ઈપીએફઓની વેબસાઈટ પર પીએફ ઉપાડવા અને એડવાન્સ લેવા માટે ઑનલાઈન ક્લેઈમ ફાઈલ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. ઑનલાઈન પીએફ ઉપાડવા માટે આપની પાસે આધાર અને યુએએન(યુનીવર્સલ એકાઉન્ટ નંબર) હોવા જરૂરી છે. માત્ર પાંચ દિવસમાં તમારા ખાતામાં નાણા જમા આવી જશે.

ઈપીએફઓ સભ્ય પીએફ ઉપાડવા અથવા પીએફના એડવાન્સ પૈસા ઉપાડવા માટે યુનિફાઈડ પોર્ટલ પર ઑનલાઈન કલેઈમ ફાઈલ કરી શકે છે. ઈપીએફઓએ યુનીફાઈડ પોર્ટલ પર નવી સવલત શરૂ કરી છે.

નોંધનીય છે હાલના સમયમાં ઈપીએફઓમાં અંદાજે 4 કરોડ એક્ટિવ સભ્ય છે. તેમને આ સુવિધાનો ફાયદો મળશે. ઈપીએફઓના કુલ સભ્યોની સંખ્યા લગભગ 15 કરોડ છે.