16 અબજ ડોલર ખર્ચની વોલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલ 9 મેએ જાહેર થશે

0
2038

નવી દિલ્હીઃ અમેરિકી રિટેલ કંપની વોલમાર્ટ ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં 70 ટકા ભાગીદારી ખરીદવા માટે 16 અબજ ડોલરથી વધારે રકમ ખર્ચ કરવા જઈ રહી છે. ડીલની જાહેરાત આવતીકાલે થાય તેવી શક્યતા છે. સોદામાં વોલમાર્ટ 2-2.5 અબજ ડોલરનું પ્રાઈમરી ઈન્વેસમેન્ટ કરશે જેનો ઉપયોગ ફ્લિપકાર્ટ પોતાનો વ્યવસાય વધારવામાં કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાઈમરી ઈન્વેસમેન્ટમાં ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ પણ ભાગીદારી કરશે. તેમનું કહેવું છે કે તે ફ્લિપકાર્ટમાં 1 અરબ ડોલરનું રોકાણ કરી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફ્લિપકાર્ટના ઈંડિયન કેરેક્ટરને જાળવી રાખવા માટે માઈનોરિટી ઈન્વેસ્ટર્સ પાસે આને ભારત અથવા અમેરિકામાં આગલા ત્રણ કે ચાર વર્ષમાં લિસ્ટ કરાવવાનો વિકલ્પ હશે. માઈનોરિટી શેરહોલ્ડર્સ પાસે કંપનીના 30 ટકા શેર વધશે. પ્રાપ્ત માહિતી અનુસાર માઈનોરિટી ઈન્વેસ્ટર્સ પાસે નક્કી સમયગાળામાં કંપનીને લિસ્ટ કરાવીને વેલ્યુ અનલોકિંગ કરવાનો ઓપ્શન હશે.

શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કે ફ્લિપકાર્ટને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેંજ પર લિસ્ટ કરાવવામાં આવી શકે છે. આ સમાચાર માટે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ બંન્નેએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. વોલમાર્ટ ફ્લિપકાર્ટને બે ફેઝમાં ખરીદશે. વોલમાર્ટના પ્રાઈમરી ઈન્વેસમેન્ટ પહેલા આ સોદો 20-22 અબજ ડોલર અને ત્યારબાદ 22-24 અબજ ડોલરનો હશે. તે ફ્લિપકાર્ટને ખરીદ્યા બાદ આમાં 3-3.5  અબજ ડોલરનું રોકાણ કરે તેવી શક્યતાઓ છે.