GST અને બેંકોની બેલેન્સ શીટના કારણે ભારતનો વિકાસદર ધીમોઃ યૂએન

નવી દિલ્હીઃ જીએસટી વ્યવસ્થા અને બેંકોના દેણાં વસૂલીની સમસ્યા દેશની આર્થિક વૃદ્ધિમાં 2017માં ઘટાડો આવ્યો છે પરંતુ તેમાં ધીરેધીરે સુધારો આવવાની આશાઓ છે અને 2018માં વૃદ્ધિ દર વધીને 7.2 ટકા રહેવાની શક્યતાઓ છે. એશિયા અને પ્રશાંત માટે સંયુક્ત રાષ્ટ્ર અને આર્થિક તેમ જ સામાજિક આયોગના રીપોર્ટ અનુસાર ભારતનો જીડીપી ઘટીને 2017માં 6.6 ટકા આવી ગયો હતો. જે 2016માં 7.1 ટકા વધારે નીચે રહ્યો છે. રીપોર્ટમાં ભારતનો જીડીપી 2018માં વધીને 7.2 ટકા રહેવા અને આના આગલા વર્ષે વધીને 7.4 ટકા રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

આમાં કહેવાયું છે કે ભારતમાં 1 જુલાઈ 2017ના રોજ લાગૂ થયેલા જીએસટી અને કંપનીઓ અને બેંકોની નબળી બેલેંસ શીટને લઈને આર્થિક વૃદ્ધિ કમજોર થઈ પરંતુ 2017ના બીજા છમાસીક ગાળામાં સુધારો જોવા મળશે. રિપોર્ટમાં કહેવાયું છે કે કંપનીઓની જીએસટી વ્યવસ્થા સાથે વધુ સારો તાલમેલ હોવા પર રોકાણમાં વૃદ્ધિ, મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના ખર્ચમાં તેજી અને સરકારના સહયોગથી કંપનીઓ અને બેંકોની બેલેંસ શીટમાં સુધારથી વૃદ્ધિ દરમાં ધીરે-ધીરે સુધારો આવવાની આશાઓ છે.

એશિયા અને પ્રશાંત ક્ષેત્રની ઉભરતી અર્થવ્યવસ્થાઓ યોગ્ય દિશામાં છે અને કુલ મળીને તેમનો વૃદ્ધિ દર 2017માં 5.8 ટકા રહ્યો. આના પાછળના વર્ષે તેમની વૃદ્ધિ 5.4 ટકા હતી. તે સમયે ચીનની વૃદ્ધિ થોડી હલ્કી થઈ છે પરંતુ ભારતના સુધારાએ તેને સંભાળી લીધું છે. આ સાથે જ આ ક્ષેત્રના કેટલાક ભાગોના પ્રદર્શનમાં સ્થિરતા છે. આનાથી 2018 અને 2019 બંન્ને વર્ષોમાં આ ક્ષેત્રનો વૃદ્ધિ દર કુલ મિલાવીને 5.5 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.