SBI સસ્તા ભાવે કરી રહી છે પ્રોપર્ટીની હરાજી, જાણો વધુ માહિતી…

નવી દિલ્હીઃ જો તમે સસ્તી કીમતમાં ઘર અથવા કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આપના માટે એક ખાસ તક લઈને આવી છે.

એસબીઆઈ દેશભરમાં 1000 પ્રોપર્ટીનું મેગા ઈ-ઓક્શન કરવા જઈ રહી છે. આની 10 ડિસેમ્બરના રોજ ઈ-નીલામી થશે. આ નીલામી પ્રક્રિયામાં આપ પણ ભાગ લઈ શકો છો. પરંતુ આના માટે તમારે અરજી કરવી પડશે.

અરજી કરવા માટે httpss://sbi.auctiontiger.net/EPROC/ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અહીંયા દરેક બેંકિંગ પ્રોપર્ટીની નિલામી થાય છે. તો આના સિવાય આપ www.bankeauctions.com/sbi વેબસાઈટ પરથી માહિતી પણ પ્રાપ્ત કરી શકો છો. આ વેબસાઈટ પર વિઝિટ કર્યા બાદ આપને એ ખ્યાલ આવશે કે પ્રોપર્ટી ફ્રી હોલ્ડ છે કે પછી લીઝ હોલ્ડ છે. આના સીવાય પ્રોપર્ટી માલિક કોણ છે તે વિશે પણ અહીંયા વિઝિટ કર્યા બાદ ખ્યાલ આવશે. ત્યારબાદ આપ એસબીઆઈના મેગા ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશો.

જો તમારે ઈ-નીલામીમાં ભાગ લેવો છે તો તેના માટે પ્રોપર્ટી સાથે સંબંધિત અર્નેસ્ટ મની ડિપોઝિટ કરાવવી પડશે. તો આ સીવાય સંબંધિત બેંક બ્રાંચમાં કેવાયસી ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડશે. તો આ સાથે જ ડિજિટલ હસ્તાક્ષર પણ હોવા જરુરી છે.

EMD અને કેવાઈસી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ બેંક દ્વારા બિડરને ઈ-ઓક્શન માટે ઈ-મેઈલ આઈડી મોકલવામાં આવશે. બિડર નિશ્ચિત સમય અને તારીખને લોગ-ઈન કરીને ઓક્શનમાં ભાગ લઈ શકશે અને બોલી લગાવીને પ્રોપર્ટી પણ ખરીદી શકશે.

આપને જણાવી દઈએ કે એસબીઆઈ જે પ્રોપર્ટીની નીલામી કરવા જઈ રહી છે તે બેંક ડિફોલ્ટર્સની પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટીને વેચીને એસબીઆઈ પોતાની બાકી રકમ પ્રાપ્ત કરશે.એસબીઆઈ દ્વારા નીલામીમાં પૂરી પારદર્શકતા પૂર્વક વાત કરવામાં આવી છે. એસબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ httpss://www.sbi.co.in/portal/web/home/mega-e-auction લિંક દ્વારા પણ આપ આ નીલામી સંબંધિત જાણકારી પ્રાપ્ત કરી શકો છો.