આ માણસને બીજો નીરવ મોદી બનતો અટકાવોઃ કેન્દ્રીયપ્રધાને યોગીને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ નાણાકીય અનિયમિતતાને લઈને કેન્દ્રીયપ્રધાને ઉત્તર પ્રદેશની યોગી સરકારને ચીઠ્ઠી લખી છે. કેન્દ્રીય પ્રધાન સત્યપાલસિંહે લખ્યું છે કે સમય રહેતા જો યોગ્ય પગલા ન ભરવામાં આવ્યાં તો પ્રદેશનો આ વેપારી બીજો નીરવ મોદી બની શકે છે. હીરા વ્યાપારી નીરવ મોદી દેશનું અત્યાર સુધીનું સૌથી મોટુ બેંકિંગ ફ્રોડ કરીને વિદેશ ભાગી ગયો છે.

હકીકતમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય પ્રધાન અને ઉત્તર પ્રદેશના બાગપતથી બીજેપી સાંસદ સત્યપાલ સિંહે ખાંડના વ્યાપારી ઉમેશ મોદીને લઈને યોગી આદિત્યનાથની સરકારને એલર્ટ કરી છે. સત્યપાલ સિંહે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના પ્રધાન સુરેશ રાણાને ચીઠ્ઠી લખી છે. તેમણે આમાં જણાવ્યું કે ઉમેશ મોદીની બે ખાંડની મીલો છે જેના પર ખેડુતોના કુલ 462 કરોડ રુપિયા બાકી છે. ત્યારે આવામાં તે બીજો નીરવ મોદી બની શકે છે.ઉમેશ મોદી અને તેમની સુગર મિલ

સત્યપાલ સિંહે સીએમ યોગી અને સુરેશ રાણાને લખેલી ચીઠ્ઠીમાં જણાવ્યું છે કે તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવને પણ ઉમેશ મોદી મામલે એલર્ટ કર્યા હતા. કેન્દ્રીય પ્રધાને ચીઠ્ઠીમાં લખ્યું છે કે મલકપુર ખાંડની મીલ પર 312 કરોડ અને મોદી શુગર મિલ પર 150 કરોડ રુપિયા બાકી છે. આ બંન્ને મિલોના માલિક ઉમેશ મોદી છે. મલકપુર શુગર મિલે વર્ષ 2012-13માં કંપની રજિસ્ટ્રારના ત્યાં અંતિમ બેલેન્સ શીટ જમા કરાવી હતી.

આમા જાણવા મળ્યું હતું કે ખેડુતોના બાકી પૈસા ચૂકવવાની જગ્યાએ ગ્રુપની અન્ય કંપનીઓમાં 231.76 કરોડ રુપિયા ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. સત્યપાલ સિંહે ઉમેશ મોદી દ્વારા નીરવ મોદી જેવો જ રસ્તો અપનાવવામાં આવી શકે તેવી પણ આશંકા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, મને ડર છે કે નીરવ મોદીની જેમ જ ઉમેશ મોદી ગરીબ ખેડુતોના પૈસા ચાઉ કરીને ક્યાંક દેશ છોડીને ભાગી ન જાય.

ઉત્તર પ્રદેશમાં ખાંડની મિલો પર ખેડૂતોના કરોડો રુપિયા બાકી બોલે છે. ખેડૂતો બાકી રકમની સમય-સમય પર માગણી કરતા રહે છે પરંતુ આ મામલે અત્યાર સુધીમાં ખાસ કામ કરવામાં આવ્યું નથી. હવે કેન્દ્રીય પ્રધાને રાજ્ય સરકારને પત્ર લખીને મિલમાલિકના દેશ છોડીને ભાગી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે નીરવ મોદીએ ખોટા દસ્તાવેજ અને અધિકારીઓ સાથે મિલીભગત કરીને પંજાબ નેશનલ બેંક પાસેથી હજારો કરોડ રુપિયાની લોન લઈ લીધી હતી. દેણાની રકમની ચૂકવણી કરવાની જગ્યાએ નrરવ મોદી દેશ છોડીને ભાગી ગયો. ભારત સરકાર હવે તેના પ્રત્યાર્પણની કોશિશ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]