માર્કેટમાં થઈ રહ્યું હતું ધોવાણ ત્યારે ભારતના ‘વોરેન બફેટે’ આ શેરોમાં કર્યું હતું રોકાણ

નવી દિલ્હી- સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતીય શેર માર્કેટમાં વેચવાલી વધતા રોકાણકારોના કરોડો રુપિયા ડુબ્યા હતાં. એ સમયે ભારતના વોરેન બફેટ કહેવાતા રાજેશ ઝૂનઝૂનવાલેએ પણ તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કર્યો હતો. તેમના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ કેટલાક શેરનો ભાવમાં 1 જૂલાઈ પછી ઘટાડો નોંધાયો હતો, પરંતુ ઝૂનઝૂનવાલાએ નાના શેરમાં રોકાણ યથાવત રાખ્યું હતું. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં રાકેશ ઝૂનઝૂનવાલા અને તેમની પત્ની રેખા ઝૂનઝૂનવાલાએ તેમના રોકાણની 1 ટકાથી વધારેની રકમ જે શેરોમાં રોકી હતી, તેમાંથી એમસીએક્સને બાદ કરતા તમામ શેરમાં ઘટાડો નોંધાયો હતો.

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઝૂનઝૂનવાલાના પોર્ટફોલિયોમાં સૌથી વધારે ઘટાડો દીવાન હાઉસિંગ ફાઈનાન્સના શેરમાં નોંધાયો હતો, ઘટાડો નોંધાવા છતાં ઝૂનઝૂનવાલાએ દીવાન હાઉસિંગ ફાઈનાન્સમાં કેટલાક શેરની ખરીદી કરી હતી. આ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીમાં ઝૂનઝૂનવાલાના શેર સપ્ટેમ્બરના અંતમાં 39 બેસિસ પોઈન્ટ વધીને 3.19 ટકા પર પહોંચી ગયા હતાં, જે જૂન ત્રીમાસિકના અંતમાં 2.8 ટકા જ રહ્યા હતાં.

જૂલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દીવાન હાઉસિંગ ફાઈનાન્સની માર્કેટ વેલ્યૂ 56.90 ટકા ઘટી ગઈ હતી. આ આંકડા જોતા ખ્યાલ આવશે કે, ઝૂનઝૂનએ દીવાન હાઉસિંગના શેર 2013થી ખરીદ્યા હતાં.

સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં શેર માર્કેટમાં બોલેલા કડાડા દરમિયાન ઝૂનઝૂનવાલાએ જ્યૂબિલિયન્ટ લાઈફ સાયન્સીઝમાં 5 લાખ શેરની ખરીદ્યા હતા, તેમજ એસ્કોર્ટ્સમાં તેમણે 42,368 શેર ખરીદ્યા હતાં, જેથી એસ્કોર્ટ્સમાં તેમની ભારીદારી 8.1 ટકાથી વધીને 8.2 ટકા પર પહોંચી ગઈ હતી.

સ્પાઈસજેટમાં સપ્ટેમ્બરા અંત સુધીમાં તેમના 1.3 ટકા શેર હતાં, આ ઉપરાંત ફોર્ટિસ હેલ્થકેરમાં ગત ત્રીમાસિક ગાળામાં તેમની પાસે 2.4 ટકા શેર હતાં. જે 2016ના ડિસેમ્બર ત્રીમાસિકમાં માત્ર 1 ટકા હતાં.

ઝૂનઝૂનવાલાએ ટાઈટનમાં તેમના શેર જાળવી રાખ્યા છે. પરંતુ જયપ્રકાશ એસોસિએટ્સમાં તેમની ભાગીદારી 2.1 ટકાથી ઘટાડીને 1.1 ટકા કરી દીધી છે. આ ઉપરાંત રેલિસ ઈન્ડિયા અને લ્યુપિનમાં ક્રમશ: 7 લાખ અને 5 લાખ શેરનું વેચાણ કર્યું છે. જૂન ત્રીમાસિકના અંત સુધીમાં અનંતરાજમાં તેમનો 3.22 ટકા હિસ્સો હતો.